Last Updated on by Sampurna Samachar
આદિત્ય ઠાકરેને મૃત્યું કેસમાં મળી ક્લીનચીટ
આરોપો પાયાવિહોણા અને ખોટા : પોલીસ
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહારાષ્ટ્ર સરકારના વકીલોએ બોમ્બે હાઈકોર્ટમાં સ્પષ્ટ કર્યું કે દિશા સાલિયાનના મૃત્યુના કેસમાં કોઈ શંકાસ્પદ માહિતી નથી. આ આત્મહત્યાનો કેસ છે. ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયાનનું ૯ જૂન, ૨૦૨૦ ના રોજ મલાડમાં એક ઇમારતના ૧૨મા માળેથી પડી જવાથી મૃત્યુ થયું હતું.
દિશા સાલિયાનના પિતાએ આ સંદર્ભમાં બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી અને માંગ કરી હતી કે આ કેસની તપાસ મુંબઈ પોલીસની SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) અથવા CBI દ્વારા કરવામાં આવે. હવે મહારાષ્ટ્ર સરકારે બોમ્બે હાઈકોર્ટને જણાવ્યું હતું કે દિશા સાલિયાન (૨૮) ના મૃત્યુમાં કોઈપણ પ્રકારની શંકાને અવકાશ નથી. આ ઉપરાંત, આદિત્ય ઠાકરે પણ નિર્દોષ છે.
રહસ્યમય મૃત્યુનો મામલો હાઇ-પ્રોફાઇલ અને વિવાદાસ્પદ
દિશાના પિતા કહે છે કે તેમની પુત્રી પર ક્રૂરતાપૂર્વક બળાત્કાર કરવામાં આવ્યો હતો અને પછી તેની હત્યા કરવામાં આવી હતી અને તેને રાજકીય રીતે દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બળાત્કાર અને હત્યામાં આદિત્ય ઠાકરેની પણ ભૂમિકા છે, તેથી તેમની સામે પણ FIR નોંધવી જોઈએ.
રાજ્ય સરકાર વતી, માલવણી પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર શૈલેન્દ્ર નાગરકરે જવાબ દાખલ કર્યો. તેમણે કહ્યું કે અરજીમાં લગાવવામાં આવેલા આરોપો પાયાવિહોણા અને ખોટા છે. તેમણે જણાવ્યું કે વૈજ્ઞાનિક તપાસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે ક્લોઝર રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે દિશા સાલિયાનના રહસ્યમય મૃત્યુનો મામલો હાઇ-પ્રોફાઇલ અને વિવાદાસ્પદ છે. આ મામલો ૨૦૨૨ માં મહારાષ્ટ્ર વિધાનસભામાં પણ ઉઠાવવામાં આવ્યો હતો. શિવસેના (શિંદે જૂથ) ના ધારાસભ્ય ભરત ગોગાવલે અને ભાજપના ધારાસભ્ય નિતેશ રાણેએ દિશા સાલિયાનના મૃત્યુનો મુદ્દો ઉઠાવ્યો હતો અને તપાસની માંગણી કરી હતી.
આ અંગે ગૃહમાં ધારાસભ્યોનો ઘણો હોબાળો થયો હતો. આ કેસમાં, નિતેશ રાણેએ આદિત્ય ઠાકરેનો નાર્કો ટેસ્ટ કરાવવાની વાત પણ કરી હતી. વાસ્તવમાં, દિશા સાલિયાન એક સેલિબ્રિટી મેનેજર હતી. તેણીએ વરુણ શર્મા, સુશાંત સિંહ રાજપૂત, ભારતી સિંહ જેવા ઘણા પ્રખ્યાત કલાકારો સાથે કામ કર્યું હતું. તે ટીવી અભિનેતા રોહન રાયને ડેટ કરી રહી હતી અને તેના મૃત્યુના થોડા મહિના પહેલા તેની સગાઈ પણ થઈ હતી.
૮ જૂન ૨૦૨૦ એ તારીખ છે જ્યારે દિશા સાલિયાનનું મુંબઈના મલાડમાં એક ઇમારતના ૧૪ મા માળેથી પડીને કથિત રીતે મૃત્યુ થયું હતું. તેના મૃત્યુના થોડા દિવસો પછી, ૧૪ જૂને, સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુનો મામલો પણ પ્રકાશમાં આવ્યો. આવી સ્થિતિમાં, બંને કેસ જોડાયેલા હતા. કેસની તપાસ કરી રહેલી મુંબઈ પોલીસે તેના ક્લોઝર રિપોર્ટમાં દિશા સાલિયાનના મૃત્યુને આત્મહત્યા ગણાવી હતી. પોલીસે કહ્યું હતું કે તે ઘણા કારણોસર ડિપ્રેશનથી પીડાતી હતી, જેના કારણે તેણે આત્મહત્યા કરી હતી.
મહારાષ્ટ્ર વિકાસ અઘાડીએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને મહાયુતિના અન્ય નેતાઓને આદિત્ય ઠાકરેની માફી માગવા કહ્યું છે. શિવસેના (યુબીટી) ના પ્રવક્તા સંજય રાઉતે પણ નિવેદન આપ્યું છે કે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે અને નિતિશ રાણે સહિત તમામે આદિત્ય ઠાકરેની માફી માગવી જોઈએ.
ઉલ્લેખનીય છે, દિશા સાલિયાન કેસમાં આદિત્ય ઠાકરેની સંડોવણી હોવાનો મુદ્દો ભાજપ અને તેના મહારાષ્ટ્ર ગઠબંધને જોરશોરથી ઉઠાવ્યો હતો. તેમણે ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે પર અનેક આક્ષેપો કર્યા હતાં. સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર દિશા સાલિયાને ૯ જૂનના રોજ પોતાના મલાડ સ્થિત ઘરની બિલ્ડિંગમાંથી છલાંગ લગાવી આપઘાત કર્યો હતો. તેના થોડા દિવસ બાદ જ સુશાંત સિંહે પણ આપઘાત કરી લીધો હતો. તેની મોતને પણ હત્યા અને ડ્રગ્સ રેકેટ સાથે જોડવામાં આવી હતી.