Last Updated on by Sampurna Samachar
સુશાંત સિંહ રાજપૂતના મોત પર બહેને કર્યો ખુલાસો
મુંબઈના સાયકોલોજિસ્ટે પણ મને આ જ વાત કહી
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિવંગત એક્ટર સુશાંત સિંહના નિધનથી આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રી હચમચી ગઈ હતી. આજે ૫ વર્ષ પછી પણ એક્ટરના ફેન્સ અને તેમનો પરિવાર તેમને ખૂબ યાદ કરે છે. પોતાની એક્ટિંગથી ઓડિયન્સના દિલ પર અલગ છાપ છોડી ગયેલા સુશાંત સિંહ રાજપૂતના અચાનક થયેલા નિધનથી બધાને ચોંકાવી દીધા હતા.

તપાસમાં સામે આવ્યું હતું કે સુશાંત સિંહ રાજપૂતે સુસાઇડ કર્યું હતું. હવે એક્ટરના નિધનનો ઉલ્લેખ ફરી ચર્ચામાં આવી ગયો છે. સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો છે કે સુશાંત સિંહ રાજપૂતે સુસાઇડ નહીં પરંતુ તેમનું મર્ડર કરવામાં આવ્યું હતું.
સુશાંત સિંહ રાજપૂતને છેલ્લે છિછોરે ફિલ્મમાં જોવા મળ્યા હતા
શ્વેતા સિંહ કીર્તિએ હાલમાં એક ઇન્ટરવ્યુમાં તેમના ભાઈ સુશાંત સિંહ રાજપૂતના નિધનનો ઉલ્લેખ કર્યો હતો. શ્વેતાએ કહ્યું હતું કે, આત્મહત્યા થઈ જ ન શકે. કારણ કે તેમના બેડ અને પંખા વચ્ચે એટલું અંતર જ નહોતું કે કોઈ તેના પર લટકીને આત્મહત્યા કરી શકે. જો આત્મહત્યા કરવી હોય તો કોઈ સ્ટૂલનો ઉપયોગ થાય છે પરંતુ ત્યાં સ્ટૂલ અથવા ટેબલ જેવું કંઈ મળ્યું ન હતું. સુશાંતની ગળા પર જે નિશાન મળ્યા હતા તે પણ કપડાના લાગતા ન હતા પરંતુ તે કોઈ પાતળી ચેનના લાગતા હતા.
સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતાએ આગળ કહ્યું હતું કે, મેં ભાઈના મોત પછી ૨ સાયકોલોજિસ્ટ સાથે મુલાકાત કરી હતી જેમાં એક અમેરિકાથી અને બીજા મુંબઈથી હતા. બંનેએ મને કહ્યું હતું કે સુશાંતનું મર્ડર થયું છે. અમેરિકાના સાયકોલોજિસ્ટને મારા વિશે કે ભાઈ સુશાંત સિંહ કંઈ પણ ખબર ન હતી છતાં તેમણે મારો સંપર્ક કર્યો અને કહ્યું હતું કે તેમનું મર્ડર થયું છે અને તેના માટે ૨ લોકો આવ્યા હતા. શ્વેતાએ વધુમાં જણાવ્યું કે, મુંબઈના સાયકોલોજિસ્ટે પણ મને આ જ વાત કહી કે સુશાંતનું મર્ડર થયું છે.
તમને જણાવી દઈએ કે, સુશાંત સિંહ રાજપૂતનું નિધન ૧૪ જૂન ૨૦૨૦માં થયું હતું. એક્ટર તેમના મુંબઈવાળા ઘરના બેડરૂમમાં મૃત હાલતમાં મળ્યા હતા. તપાસમાં સામે આવ્યું કે સુશાંતનું મોત દમ ઘૂંટવાથી થયું હતું ત્યારબાદ પોલીસે પોતાની રિપોર્ટમાં કહ્યું હતું કે સુશાંત સિંહે આત્મહત્યા કરી હતી. જાેકે સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતાએ આ વાતને ખોટી ગણાવી હતી અને કહ્યું હતું કે તેમનો ભાઈ આત્મહત્યા કરી જ ન શકે. સુશાંત સિંહ રાજપૂતને છેલ્લે છિછોરે ફિલ્મમાં જોવા મળ્યા હતા.