Last Updated on by Sampurna Samachar
સુશાંત સિંહ રાજપૂતના મોત માટે કોઈ જવાબદાર નથી
CBI ને કોઇ પૂરાવા મળ્યા નથી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના સુસાઇટ કેસ મામલાનો અંત આવી ગયો છે. જ્યાં CBI (સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન) એ સુશાંત સિંહ રાજપૂત કેસનો ક્લોઝર રિપોર્ટ મુંબઈ કોર્ટમાં દાખલ કર્યો છે. સુશાંત સિંહ રાજપૂતનું વર્ષ ૨૦૨૦ માં અવસાન થયું હતું. લગભગ ૪ વર્ષ ૪ મહિના પછી CBI એ ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો છે. CBI એ રિયા ચક્રવર્તી અને તેના પરિવારને ક્લીનચીટ આપી છે. CBI ની તપાસ મુજબ સુશાંત સિંહ રાજપૂતના મોત માટે કોઈ જવાબદાર નથી.
સુશાંતના પિતા દ્વારા રિયા ચક્રવર્તી પર લગાવવામાં આવેલા આરોપો અને રિયા દ્વારા સુશાંતના પરિવાર પર લગાવવામાં આવેલા આરોપોને લઈને બંને કેસમાં ક્લોઝર રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો છે. CBI એ સુશાંતનો કેસ સંભાળ્યો અને ઓગસ્ટ ૨૦૨૦માં તપાસ શરૂ કરી હતી. ૪ વર્ષની તપાસ બાદ CBI એ ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો છે. રિપોર્ટ્સ અને સૂત્રોના મતે રિયા અને તેના પરિવારને ક્લીનચીટ આપવામાં આવી છે. સુશાંતને આપઘાત કરવા માટે કોઈએ મજબૂર કર્યો હોવાનું સાબિત કરવા માટે CBI ને કોઈ પુરાવા મળ્યા નથી.
રિયા ચક્રવર્તી સુશાંતની એક્સ ગર્લફ્રેન્ડ
સુશાંત સિંહ (SUSHANT SINGH) રાજપૂતના પરિવાર પાસે મુંબઈ કોર્ટમાં પ્રોટેસ્ટ પિટિશન દાખલ કરવાનો વિકલ્પ છે. CBI એ સુશાંતના આપઘાત કેસની એઈમ્સના નિષ્ણાતો દ્વારા તપાસ કરાવી હતી. AIIMS ફોરેન્સિક ટીમે સુશાંત આપઘાત કેસમાં કોઈપણ પ્રકારની ગેરરીતિનો ઇનકાર કર્યો હતો. સોશિયલ મીડિયા ચેટ્સ MLAT દ્વારા તપાસ માટે અમેરિકા મોકલવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે ચેટમાં કોઈ છેડછાડ થઈ નથી. રિયા ચક્રવર્તી સુશાંતની એક્સ ગર્લફ્રેન્ડ રહી ચુકી છે અને પોતે સુશાંત આત્મહત્યા કેસમાં કેન્દ્રીય ગૃહમંત્રી પાસે તપાસની માંગ કરી છે.