Last Updated on by Sampurna Samachar
અભિષેક શર્મા પાસે ઈતિહાસ રચવાની તક!
રેટિંગમાં ફરી એકવાર જબરદસ્ત વધારો કર્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ICC એ T20 રેન્કિંગની પોતાની તાજેતરની અપડેટ જારી કરી છે. ICC રેન્કિંગમાં ફરી એકવાર ઉથલપાથલ મચી ગઈ છે. ભારતીય ટીમના સ્ટાર ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્માએ નંબર-૧ પર પોતાનો કબજો જમાવી રાખ્યો છે. તેણે રેટિંગમાં ફરી એકવાર જબરદસ્ત વધારો કર્યો છે.

ખાસ વાત એ છે કે, ICC T20 રેન્કિંગમાં એક સમયે નંબર વન બેટ્સમેન રહેલા સૂર્યકુમાર યાદવે બહાર થયા બાદ ફરીથી ટોપ-૧૦માં ધમાકેદાર વાપસી કરી છે. આ વખતે ઘણા નવા ફેરફારો જોવા મળી રહ્યા છે.
સૂર્યા હવે ૭૧૭ ના રેટિંગ સાથે નંબર ૭ પર પહોંચવામાં સફળ
ભારત vs ન્યુઝીલેન્ડ T20 સીરિઝ વચ્ચે ICC એ નવી રેન્કિંગ જારી કરી દીધી છે. અભિષેક શર્મા પાસે વિશ્વનો નંબર વન T20 બેટ્સમેનનો તાજ બરકરાર છે. છેલ્લી વખતે તેની રેટિંગ ૯૦૩ની આસપાસ હતી, જે હવે વધીને ૯૨૯ થઈ ગઈ છે. હવે તે એક નવો ઈતિહાસ રચવાની ખૂબ નજીક છે.
વર્ષ ૨૦૨૫માં તેની રેટિંગ ૯૩૧ પર પહોંચી હતી. હવે આ વર્ષે તે તેનાથી માત્ર બે પોઈન્ટ પાછળ છે. આવી સ્થિતિમાં જો અભિષેક પાસે એ તક છે કે, જો તે ભારત vs ન્યુઝીલેન્ડ સીરિઝની બાકીની બે મેચોમાં શાનદાર પ્રદર્શન કરે તો નવા શિખર પર પહોંચી જશે.
અભિષેક શર્મા પછી બીજો અને ત્યારબાદ કયો બેટ્સમેન છે તે અંગે અમે તમને આગળ જણાવીશું, પરંતુ તે પહેલાં તમારે સૂર્યકુમાર યાદવ વિશે જાણવું જોઈએ. ભારતની T20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે ફરી એકવાર ટોપ-૧૦માં ધમાકેદાર વાપસી કરી છે. તેને આ વખતે રેન્કિંગમાં સીધો પાંચ સ્થાનનો ઉછાળો મળ્યો છે.
સૂર્યા હવે ૭૧૭ ના રેટિંગ સાથે નંબર ૭ પર પહોંચવામાં સફળ રહ્યો છે. ન્યુઝીલેન્ડ સામે ચાલી રહેલી સીરિઝ દરમિયાન સૂર્યાએ છેલ્લી બે મેચમાં સતત અડધી સદી ફટકારી હતી અને અણનમ પાછો ફર્યો હતો. ત્યારબાદ તેની આ મોટી છલાંગ વાજબી છે.
હવે તમને જણાવીએ કે, રેન્કિંગમાં અભિષેક પછી બીજા નંબર પર કયો બેટ્સમેન છે. તો બીજા નંબર પર ઈંગ્લેન્ડનો ફિલ સોલ્ટ છે. જેની રેટિંગ હાલમાં ૮૪૯ છે. આનો અર્થ એ કે પહેલા અને બીજા નંબરના બેટ્સમેન વચ્ચેનું અંતર વધુ વધ્યું છે.
ભારતીય ટીમનો તિલક વર્મા ભલે અત્યારે રમી નથી રહ્યો, પરંતુ તેમ છતાં તે ત્રીજા નંબર પર છે. તેની રેટિંગ ૭૮૧ છે. ઈંગ્લેન્ડના જાેસ બટલર ૭૭૦ રેટિંગ સાથે ચોથા સ્થાન પર છે. પાકિસ્તાનના સાહિબજાદા ફરહાન ૭૬૩ રેટિંગ સાથે પાંચમા સ્થાન પર છે. શ્રીલંકાના પથુમ નિસંકા ૭૫૮ની રેટિંગ સાથે છઠ્ઠા સ્થાન પર છે. આ બધાના રેન્કિંગમાં કોઈ ફેરફાર થયો નથી.
સૂર્યકુમારની ટોપ-૧૦માં એન્ટ્રીથી ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ અને ટિમ સેઈફર્ટને એક-એક સ્થાનનું નુકસાન થયું છે. જાેકે, તેમ છતાં આ તમામ ટોપ-૧૦માં યથાવત છે. હવે કુલ મળીને ત્રણ ભારતીય બેટ્સમેન હવે ૈંઝ્રઝ્ર ્૨૦ રેન્કિંગમાં ટોપ-૧૦માં સ્થાન ધરાવે છે. ન્યુઝીલેન્ડ સામે હજુ બે મેચ બાકી છે અને તેમાં કરવામાં આવેલા પ્રદર્શન બાદ તેમાં ફરીથી ફેરફાર આવશે.