ગુજરાત-રાજસ્થાન ATSની સર્જિકલ સ્ટ્રાઈક

Share this Article:

Last Updated on by Sampurna Samachar

બાડમેર બોર્ડર પરથી કિલો ડ્રગ્સ જપ્ત; પાકિસ્તાની કાવતરાનો પર્દાફાશ

ઇકો ગાડીમાં ગુજરાત આવી રહેલું ડ્રગ્સ ATS એ  રસ્તામાં ઝડપ્યું : કિલો મેથામ્ફેટામાઈન સાથે બેની ધરપકડ

(સંપૂર્ણ સમાચાર સેવા)​

ગુજરાત અને રાજસ્થાન એટીએસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરી આંતરરાષ્ટ્રીય ડ્રગ સ્મગલિંગ સિન્ડિકેટનોપર્દાફાશ કર્યો છે. ભારત પાકિસ્તાન બોર્ડર પરથી ડ્રગ્સની હેરાફેરી કરવામાં આવતું હતું.

એટીએસ દ્વારા બોર્ડરપરથી અંદાજિત ૨૦ કરોડથી વધુની કિંમતનું પાંચ કિલો મેથામ્ફેટામાઈન ડ્રગ્સ સાથે બે સપ્લાયરોની ધરપકડકરી છે. મહત્વનું છે કે, કબજે કરાયેલું ડ્રગ પાકિસ્તાની ડ્રગ સપ્લાયર દ્વારા બોર્ડર પાર કરી મોકલવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો છે. જે અંગે બાડમેર પોલીસ મથકે ગુનો નોંધી રાજસ્થાન પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

બન્નેની ધરપકડ કરવામાં આવી

ગુજરાત એટીએસને બોર્ડર પરથી ડ્રગ્સનો જથ્થો ગુજરાત આવી રહ્યા હોવાની માહિતી મળી હતી. જેને આધારે ગુજરાત અને રાજસ્થાન એટીએસ દ્વારા NH ૬૮ રાજસ્થાનના જેસલમેરથી બનાસકાંઠાને જોડતી બોર્ડર પર પેટ્રોલિંગ શરૂ કર્યું હતું.

તપાસ દરમિયાન શંકાસ્પદ ઈકો ગાડીમાંથી શંકરરામ મેઘવાલ અને સલમાન નામના બેયુવકો મળી આવતા તેમની પૂછપરછ અને ગાડીની તપાસ કરતા પીળા રંગની થેલીમાં છુપાવેલું પાંચ કિલો મેથામ્ફેટામાઈન ડ્રગ્સ મળી આવ્યુ હતું. જેથી બાડમેર પોલીસ મથકમાં ગુનો દાખલ કરી, એફએસએલનીતપાસ બાદ વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને બન્નેની ધરપકડ કરવામાં આવી છે.

બન્ને આરોપીની પૂછપરછ અને એટીએસની પ્રાથમિક તપાસમાં ચોકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે. ઇકોકારમાંથી જે પાંચ કિલો ડ્રગ્સ મળી આવ્યું છે તેની અંદાજિત કિંમત ૨૦ કરોડથી વધુની છે. ડ્રગ્સપાકિસ્તાનના થારપારકર વિસ્તારમાં રહેતા ડ્રગ્સ સપ્લાયર મસાત મુબારક દ્વારા મોકલવામાં આવ્યુ હોવાનો ખુલાસો થયો છે. ડ્રગ્સ સાથે પકડાયેલા શંકરરામની તપાસમાં તે પાકિસ્તાની સપ્લાયર મસાત મુબારક સાથે વોટ્સએપના માધ્યમથી સંપર્કમાં હોવાનું સામે આવ્યું છે.

પાકિસ્તાન બોર્ડરની નજીક આવેલા રણ વિસ્તારમાં ડ્રગ્સ પહેલેથી છુપાવેલું હોવાનું સામે આવતા પોલીસે ડેડ ડ્રોપ દ્વારા ચાલતી સપ્લાય ચેન અંગે તપાસ શરૂ કરી છે. સાથે શંકરરામ છેલ્લા ત્રણ મહિનાથી પાકિસ્તાનના સંપર્કમાં હોવાના પણ પુરાવા મળી આવ્યા છે. બન્ને આરોપીઓ બાડમેરમાં રહે છે અને મજૂરીકામ કરે છે.

પાકિસ્તાન ભલે રસ્તો બદલે, પણ ગુજરાત એટીએસની નજરથી બચવું મુશ્કેલ છેમજૂરીના ઓથા હેઠળડ્રગ્સની હેરાફેરી કરતા શખ્સો હવે જેલના સળિયા પાછળ છે, પરંતુ અસલી સવાલ છે કે ગુજરાતમાંબેઠેલો મોટો માથુંકોણ છે જે ૨૦ કરોડના ડ્રગ્સની રાહ જો રહ્યો હતો?

ગુજરાત એટીએસને મળેલી બાતમીના આધારે પોલીસે તપાસ કરતા ૨૦ કરોડથી વધુનો ડ્રગ્સ તો મળી આવ્યું. પરંતુ, ડ્રગ્સ ત્યાં સપ્લાય કરવાનું હતું. કોને આપવાનું હતું. ક્યાંથી મેળવ્યું હતું. ઇકો કાર કોની છે પ્રકારના અનેક સવાલના જવાબ મળ્યા નથી. જેથી રાજસ્થાન પોલીસની તપાસમાં શું નવા ખુલાસા થાય છે અનેઆંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટમા શું હકિકત સામે આવે છે તે જાેવું મહત્વનું છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.