Last Updated on by Sampurna Samachar
રિટેલ રોકાણકારોને સીધી સબસ્ક્રિપ્શન તક
૬ થી ૧૦ ઓક્ટોબર સબસ્ક્રિપ્શન કરી શકાશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ડાયમંડ નગરી અને ટેક્સટાઈલ નગરીની ઓળખ ધરાવનાર સુરત શહેર નવું માઈલસ્ટોન હાંસિલ કરવા જઈ રહ્યું છે. મ્યુનિસિપલ કમિશનરના જણાવ્યા અનુસાર, સુરત મહાનગરપાલિકા પ્રથમવાર ૨૦૦ કરોડનો ગ્રીન બોન્ડ બહાર પાડી રહી છે. આ ગ્રીન બોન્ડ ૬ ઓક્ટોબરથી ખુલશે અને ૧૦ ઓક્ટોબર સુધી સબસ્ક્રિપ્શન કરી શકાશે.
ગુજરાતનો પ્રથમ મ્યુનિસિપલ ગ્રીન બોન્ડ જાહેર કરીને સુરત મનપાએ ઈતિહાસ રચ્યો છે. મનપાએ કુલ કિંમત ૨૦૦ કરોડનો ગ્રીન બોન્ડ બહાર પાડ્યો છે. સબસ્ક્રિપ્શન માટે તારીખ ૬ થી ૧૦ ઓક્ટોબર રાખવામાં આવી છે.
પર્યાવરણીય પ્રોજેક્ટ્સમાં થશે ભંડોળનો ઉપયોગ
મનપા કમિશનર શાલિની અગ્રવાલે આ અંગે જાહેરાત કરી કે, દેશભરના રોકાણકારો માટે ખુલ્લો અવસર છે. સુરતનો ગ્રીન બોન્ડ ગુજરાતનો પહેલો પબ્લિક ગ્રીન બોન્ડ બનશે. રિટેલ રોકાણકારોને સીધી સબસ્ક્રિપ્શન તક છે.
તેમણે વધુમાં કહ્યું કે, આ ભંડોળનો ઉપયોગ માત્ર પર્યાવરણીય પ્રોજેક્ટ્સમાં જ કરવામાં આવશે. જેનાથી રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સને વેગ મળશે. ટ્રીટેડ વોટર રિસાયકલ પ્લાન્ટ્સ માટે પણ ખર્ચાશે. આ મનપાનો સીધો શેરબજારમાં પ્રવેશ છે. બેન્કને બદલે જનતાથી ફંડ એકત્ર કરવાની પહેલ મનપા દ્વારા કરાઈ છે. જેમાં સામાન્ય નાગરિકોને ‘ગ્રીન’ પહેલમાં સહભાગી થવાની તક મળશે. દેશની અન્ય મનપાઓ માટે નવો આદર્શ મોડલ બનશે તેવુ શાલિની અગ્રવાલે જણાવ્યું.