Last Updated on by Sampurna Samachar
ઈજારદારને ભોજન મામલે સૂચનાઓ પણ અપાઈ હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત મનપા સંચાલિત સ્મીમેર મેડિકલ કોલેજમાં બોયઝ કેન્ટીનમાં ભોજનની અનિયમિતતા અને ગુણવત્તા સામે અનેક ફરિયાદો બાદ કોન્ટ્રાક્ટર અગ્રવાલને સાંજ સુધી બ્લેકલિસ્ટ કરાય તેવી શક્યતા છે. અગ્રવાલ રેસ્ટોરન્ટને ૫ વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.
સુરત શહેરમાં સ્મીમેર મેડિકલ કોલેજમાં બોયઝ કેન્ટીનમાં ભોજનની ગુણવત્તા અને અનિયમિતતા સામે કેટલીય ફરિયાદો કરવામાં આવી હતી. ઈજારદારને ભોજન મામલે સૂચનાઓ પણ આપવામાં આવી હતી. જોકે, ઈજારદારે કોઈ સુધારો કર્યો ન હોવાથી બ્લેકલિસ્ટ કરવાની માંગ ઉઠી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્મીમેર કોલેજમાં અગ્રવાલ રેસ્ટોરન્ટ ભોજન પીરસતી હતી. એટલું જ નહીં, ભાડુ, લાઈટબિલ અને દંડ ભરવા સહિતની રકમ અંગે મનપાએ તાકીદ કરી હતી. પરંતુ કોઈ જ જવાબ ન આવતા હવે કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવશે તેમ સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. વધુમાં કોન્ટ્રાક્ટરને ૫ વર્ષ માટે બ્લેકલિસ્ટમાં નાખવાની પણ દરખાસ્ત કરવામાં આવી છે.