વિદ્યાર્થીઓેએ RTE માં ખોટી આવક બતાવી એડમિશન લીધું હોવાનો સ્કૂલનો આરોપ
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરતમાં વિદ્યાર્થીના પ્રવેશ બાબતે વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. સુરતના અડાજણ સ્થિત ભુલકાભવન સ્કૂલમાં વાલીઓએ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. જેમાં RTE અંતર્ગત વિદ્યાર્થીઓના પ્રવેશ મામલે વાલીઓમાં નારાજગી ફેલાયેલી છે.તે સિવાય ભુલકાભવન સ્કૂલના સંચાલકોની દાદાગીરી હોવાનો વાલીઓએ આરોપ લગાવ્યો છે. RTE અંતર્ગત પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને ન્ઝ્ર આપવાની ધમકી આપવામાં આવી હતી. બીજીતરફ સ્કૂલનો આરોપ છે કે વિદ્યાર્થીઓેએ RTE માં ખોટી આવક બતાવી એડમિશન લીધું હતું.
RTE માં ૧.૨૦ લાખ ની અવાક હોય તો વિદ્યાર્થીને એડમિશન મળે છે. બીજીતરફ સ્કૂલના સંચાલકોનું કહેવું છે કે વાલીઓની બેન્કોમાં લાખો રૂપિયાની લોન ચાલે છે. તે સિવાય વાલીઓ વિદેશની ટ્રીપ પણ કરે છે. આમ વાલીઓ ગરીબી રેખા નીચે આવતા ન હોવાનો સ્કૂલ સત્તાવાળાનો આક્ષેપ છે. જેને કારણે સ્કૂલ LC આપવાની ધમકી આપી રહી છે.બીજી તરફ સ્કીલ દ્વારા તમામ આરોપોને પાયાવિહોણા ગણાવવામાં આવ્યા છે.
ભુલકાભવન સ્કૂલના ટ્રસ્ટી મિનાક્ષીબેનના જણાવ્યા મુજબ વાલીઓના આરોપો તદ્દન પાયાવિહેણા છે. શરૂઆતથી જ ગવર્મેન્ટે ડેટા આપોયો છે તેની વિગતો માંગતા બહોઈએ છીએ. પરંતુ અમુક વાલીઓ વિગતો આપતા નથી. જેવા કે બેન્ક સ્ટેટમેન્ટ અને ઈન્ક્મટેક્સ રિટર્ન પેપર વાલીઓ આપતા નથી. તે સિવાય આ વાલીઓ સારા ફ્લેટમાં રહે છે અને ઈન્ક્મટેક્સ પણ ભરે છે. બીજીતરફ ગવર્મેન્ટ અમને રૂ.૧૩,૦૦૦ આપે છે. આમ ગવર્મેન્ટના પૈસા ખોટા જાય છે. અમે તો ગવર્મેન્ટને મદદ કરીએ છીએ. RTE માટે કોઈ વિરોધ નથી. અમારી સ્કૂલમાં હજી ૪૫ બાળકો ભણે છે.
સ્કીલના ટ્રસ્ટી સોનલબેન દેસાઈના જણાવ્યા મુજબ હાલમાં ૩૮ જેટલા બાળકો RTE હેઠળ ભણે છે. અમે આ અંગે ૧૧ ફાઈલો રજૂ કરી છે. જેમાં જે વાલીઓએ ડોક્યુમેન્ટ અમને બતાવ્યા હતા તેના કરતા ખોટા હતા. તે સિવાય બેન્ક સ્ટેટમેન્ટમાં વધારે આવક છે. તેમના પગાર વધારે છે અને દિવાળી દરમિયાન વિદેશ પ્રવાસ પણ કરે છે. આ પ્રકારની ફાઈલો અમે રજૂ કરી છે. ઓનપેપર ડોક્યુમેન્ટ રજૂ કર્યા છે.અમે હજીસુધી કોઈ વાલીને એલસી આપ્યું નથી, વાલીઓ વારંવાર આ મુદ્દો મિડીયામાં ચગાવે છે. તેમને લાઈમલાઈટમાં રહેવું છે. આ બધા ખોટી રીતે મેળવેલા એડમિશનો છે, એમ સોનલબેને વધુમાં જણાવ્યું હતું.