પોલીસે ગુનો નોંધી આરોપી ધરપકડ કરી દીધી
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરતમાં સતત મહિલા સાથે શારીરિક છેડતી અને દુષ્કર્મની ઘટનાઓ અવાર નવાર સામે આવતી હોય છે. ત્યારે વધુ એક ઘટના સામે આવી છે. જેમાં સુરતના અડાજણથી ૧૨ વર્ષની કિશોરી સાથે દુષ્કર્મની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે.
યુવકે સગીરાને પોતાના પ્રેમ જાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે પોલીસે ગુનો નીંધી તપાસ હાથ ધરી છે.તમને જણાવી દઈએ કે, સુરત શહેરના અડાજણમાં ૨૧ વર્ષ રાહુલ ચૌહાણ નામના યુવકે સગીરાને પ્રેમ જાળમાં ફસાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને તેનો વીડિયો બનાવી તેને બ્લેકમેલ કરતો હતો. જે બાદ કિશોરીએ આ સમગ્ર ઘટના વિષે તેની માતાને જાણ કરી હતી. આ પછી માતાએ સમગ્ર બાબતે પોલીસને જણાવતા પોલીસે ગુનો નોંધી આરોપી રાહુલ ચૌહાણની ધરપકડ કરી હતી.
આ પહેલા સુરતના પલસાણા તાલુકા નજીક એક શ્રમજીવી પરિવારની ૪ વર્ષની બાળકી રમી રહી હતી, ત્યારે નજીકમાં રહેતો ૪૫ વર્ષનો આધેડ ઇસમ બાળકીને લાડ લડાવવા લાગ્યો હતો. ત્યારબાદ હવસખોર આરોપી બાળકીને અડધો કિલોમીટરના અંતરે આવેલા પોતાના રૂમ પર લઈ ગયો હતો. જ્યાં તેણે બાળકીને પોતાનો હવસનો શિકાર બનાવી હતી. ત્યારબાદ બાળકી લોહીલુહાણ હાલતમાં રડતી રડતી ઘરે પહોંચી હતી. આ જાેઈ શ્રમિક પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પરિવારજનો તાત્કાલિક બાળકીને લઈને કડોદરા પોલીસ સ્ટેશને પહોંચી ફરિયાદ નોંધાવી હતી.