Last Updated on by Sampurna Samachar
ગોળી માર્યા બાદ ઘટનાને અકસ્માતમાં ખપાવી દેવાનો પ્રયાસ
૪ વર્ષનો દીકરો પડખે જ હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત રેન્જ ફોરેસ્ટ ઓફિસર સોનલ સોલંકીને ગોળી વાગવાના ગંભીર મામલામાં ચોંકાવનારા ખુલાસા વચ્ચે હજી આ આપઘાત છે કે હત્યા તે જાણી શકાયુ નથી. પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો છે. ઘટના સ્થળ પર ડૉગ સ્કવોર્ડ, એફ.એસ.એલ ફરી પહોંચ્યા છે. જ્યાં ગોળીની કેપની ઝાંડી ઝાંખરામાં શોધખોળ કરાઈ રહી છે. તમામ ટીમ દ્વારા રહસ્યમય ઘટના ક્રમમાં ઝીણવટ ભરી તપાસ શરૂ કરાઈ છે.

મહિલા આરએફઓ સોનલ સોલંકીને ગોળી વાગવાનો મામલામાં ગોળી અન્ય વ્યક્તિએ મારી હોવાની પ્રબળ શકયતા દેખાઈ રહી છે. ગોળી માર્યા બાદ ઘટનાને અકસ્માતમાં ખપાવી દેવાનો પ્રયાસ કરાયો હોવાનું જણાય છે. તો બીજી તરફ, સુરત પોલીસ આપઘાત કર્યા હોવાની થિયરી પર પણ કામ કરી રહી છે.
આપઘાત, હત્યાનો પ્રયાસ અનેક દિશામાં પોલીસની તપાસ
આરએફઓ સોનલ સોલંકીને લાંબા સમયથી પતિ સાથે અણબનાવ ચાલી ર્યો હતો. જોકે, ઘટના બાદથી પતિ નિકુંજ ગોસ્વામી ફરાર છે. નિકુંજનો ફોન ટ્રેસ કરતા પાલ સ્થતિ ઘરનું લોકેશન આવ્યું હતું. પોલીસ પહોંચી ત્યારે નિકુંજ ગોસ્વામી ઘરે મળ્યો ન હતો. હાલ નિકુંજની શોધખોળ પોલીસે હાથ ધરી છે.
RFO સોનલ સોલંકીની કારના CCTV ફૂટેજ સામે આવ્યા છે. કાર લઈ ઘરેથી નીકળતા તેમજ ગામમાં બે વાર રાઉન્ડ માર્યા. પ્રથમ જોખા ગામથી ધારુથા ગામ તરફ ગાડી ટર્ન લીધી હતી. ત્યાર બાદ ૭ મિનિટમાં ફરીથી કાર જોખા ગામમાં રિટર્ન થઈ હતી. જોખા ગામથી અકસ્માત સ્થળ આશરે ૨ કિમીનું અંતર છે. હાલ સુરત જિલ્લા પોલીસ દરેક એન્ગલથી તપાસ કરી રહી છે.
સમગ્ર અકસ્માત ઘટનાક્રમમાં રહસ્ય વધુ ઘેરાઈ રહ્યું છે. આપઘાત, હત્યાનો પ્રયાસ અનેક દિશામાં પોલીસની તપાસ ચાલી રહી છે. RFO સોનલબેનને પહેલા સ્થાનિક હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે લઇ જવાયા હતાં. બાદમાં વધુ સારવાર માટે જ્યારે સોનલબેનને સુરત હોસ્પિટલમાં દાખલ કરાયા અને સીટી સ્કેન કરતા ખબર પડી કે તેના માથામાં ગોળી છે.
૭.૨ ગોળી લગભગ પાંચ કલાક સુધી સોનલબેનના માથામાં હતી. બપોરે બે વાગ્યાની આસપાસ સુરતની પી.પી. સવાણી હોસ્પિટલમાં તેમનું ઓપરેશન કરી આ ગોળી બહાર કાઢવામાં આવી હતી. હાલ પણ સોનલબેન અહીં સારવાર છે અને તેમની સ્થિતિ ક્રિટિકલ છે.