Last Updated on by Sampurna Samachar
રેલ્વે તંત્રએ QR કોડ પણ જાહેર કર્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત રેલ્વે સ્ટેશનને આધુનિક બનાવવાની કામગીરી ચાલી રહી છે. પ્લેટફોર્મ ૨, ૩ પર કોન્કોર્સ વર્કને લંબાવવા ૬૦ દિવસ એટલે બે મહિના પ્લેટફોર્મ બંધ રાખવામાં આવશે. લોકોને સરળતા રહે તેથી રેલ્વે તંત્રએ QR કોડ પણ જાહેર કર્યા છે. ત્યારે ૮ જાન્યુઆરીથી પ્લેટફોર્મ બંધ રહેશે. પ્લેટફોર્મ બંધ રહેતા બધી ટ્રેનો ઉધના સ્ટેશનથી દોડશે, ૨૦૧ ટ્રેનો દોડાવવામાં આવશે.

અન્ય ૧૬૪ ટ્રેનો પ્લેટફોર્મ ૧ અને ૪ પરથી દોડશે. વંદેભારત, રાજધાની, તેજસ, શતાબ્દી, અવધ જેવી ૬૨ ટ્રેનો પ્લેટફોર્મ ૧, ૪ પરથી દોડશે. પશ્ચિમ રેલવે દ્વારા સુરત અને ઉધના સ્ટેશનના વિવિધ એરિયામાં QR કોર્ડ સ્કેનર મૂકી દેવામાં આવ્યા છે. જેથી કોઇપણ મુસાફરને સમસ્યા સર્જાઈ તો તે સ્કેન કરવાથી તમામ માહિતી મળી જશે.
આ સાથે જ મુસાફર ટ્રેનની ટિકિટ બુક કરાવશે ત્યારે જ તેને સ્કેન દ્વારા તેઓને સ્ટેશન તેમજ પ્લેટફોર્મ અંગેની માહિતી મળી જશે. જેથી મુસાફરોને હાલાકી વેઠવી પડશે નહીં. તેમજ સુરત, ઉધના, ભેસ્તાન, નવસારી સહિત વલસાડ સુધીના સ્ટેશન પર હેલ્પ ડેસ્ક અને સોશિયલ મીડિયાના એટલે કે, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને X સહિતના પ્લેટફોર્મ પર પ્રચાર-પસાર કરવામાં આવશે. તેમજ બેનર અને પોસ્ટર પણ લગાવવામાં આવશે.