Last Updated on by Sampurna Samachar
ઘટનાને લઈને કાનૂની કાર્યવાહી શરૂ
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરતના વેસુ વિસ્તારમાં આવેલા સુમનસાગર આવાસમાં એક તંગી ભરી ઘટના બની હતી, જ્યાં સોસાયટીના વહીવટકર્તાઓએ મેઈન્ટેનેન્સના હિસાબની માંગણી કરતા પરિવાર પર હુમલો કર્યો હતો. આ ઘટના દરમિયાન વિમર્ષ કરનારાઓએ પરિવારની સ્ત્રીઓ અને પુરુષોને માર માર્યો હતો.
આ અંગેની વિગતો એવી છે કે સુરતમાં રહેતા અભિષેક સુદેશ તારણેકર અને તેમના પરિવારજનોએ જણાવ્યું કે, ૬૪ ફ્લેટ ધારકો પાસેથી મેન્ટેનન્સના પૈસાની ઉઘરાણી થઈ રહી હતી. ૨ મહિના પહેલા, અભિષેકની બહેનના પતિએ ૧૧,૫૦૦ રૂપિયાનું પેમેન્ટ બિલ્ડિંગના ખજાનચી અજીતસિંહના પુત્રને આપ્યું હતું.જ્યારે મેન્ટેનન્સનો હિસાબ માંગવામાં આવ્યો, ત્યારે ખજાનચી અને તેના પુત્રોએ ક્રૂરતા કરી, જેમાં અભિષેક, નૈનેશ અને સુરેશને માર માર્યો હતો.
આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ, અને હવે તે વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ ગયો છે. વેસુ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાઈ છે, અને CCTV ના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. તથા ઘાયલ થયેલા વ્યક્તિઓની માહિતી માટે સાથે જ પોલીસ દ્વારા સર્ટીફિકેટ માટે સિવિલ હોસ્પિટલનો સંપર્ક પણ કરવામાં આવ્યો છે. આ ઘટનાને લઈને કાનૂની કાર્યવાહી શરૂ થઈ છે, અને પોલીસે સમગ્ર કેસની તપાસ હાથ ધરી છે.