Last Updated on by Sampurna Samachar
બ્લેકમેલિંગ ચાલુ રહેતા વેપારી પોલીસમાં પહોંચ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરતના એક વેપારી હનીટ્રેપમાં ફસાયા હોવાનો એક કિસ્સો સામે આવ્યો છે. વેપારી પોતાની કાર લઈને પસાર થઈ રહ્યાં હતા, ત્યારે પાછળ પીછો કરતી એક મહિલાને જોઈ વેપારીએ કાર રોકી હતી. કાર રોકતા જ મહિલા વેપારીની કારમાં બેસી ગઈ હતી અને શરીર સુખની ઓફર કરી હતી. જાળમાં ફસાયેલા વેપારીને એક રુમમાં લઈ જઈ મહિલાએ સાગરીતો સાથે મળી વેપારીનો નગ્ન અવસ્થાનો વીડિયો ઉતારી લીધો હતો.
ત્યારબાદ વિડિયો વાઇરલ કરવાની ધમકી આપી આ ગેંગે વેપારી પાસેથી ૧.૪૫ લાખ પડાવી લીધા હતા. ત્યારબાદ પણ બ્લેકમેલિંગ ચાલુ રહેતા વેપારી પોલીસમાં પહોંચ્યો હતો. પોલીસે મહિલા સહિત ત્રણની ધરપકડ કરી હતી.
ઉત્રાણમાં રહેતા ૫૭ વર્ષીય વેપારી વરાછા મિનીબજારમાં હીરાની પેઢી ધરાવે છે. ગત ૨૪મી ડિસેમ્બરે કાર લઈ ઘરે જવા નીકળ્યા હતા. તે વખતે તેમણે જોયું હતું કે, એક મોપેડ સવાર યુવતી સતત તેમની કારનો પીછો કરી રહી છે. મામલો શું છે તે સમજવા તેણે કાર ઉત્રાણમાં આવેલા મોલ પાસે ઊભી રાખી દેતાં આ યુવતીએ મોપેડ તેમની કારની પાસે પાર્ક કરી સીધી જ દરવાજો ખોલી કારમાં આવી ગઈ હતી. કારમાં બેસી વેપારીને સીધી જ શરીરસુખની ઓફર કરી મોબાઇલ નંબર લેવાની સાથે પોતાનો નંબર પણ આપ્યો હતો.
છ દિવસ બાદ યુવતી વેપારીને મળવા બોલાવી વરાછા ભગુનગર પાસે મકાનમાં લઈ ગઈ હતી. બાદમાં પોતાનો ઘરવાળો આવ્યો હોવાનું કહીને દરવાજો ખોલી દેતા બે યુવકો અંદર ધસી આવ્યા હતા અને વેપારીનો નગ્ન અવસ્થાનો વીડિયો મોબાઇલ ફોનમાં ઉતારીને બરાબર સકંજામાં લીધો હતો. બાદમાં વેપારીને બ્લેકમેઈલ કરીને રૂપિયા પડાવ્યા હતા. અંગે વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા કાર્યવાહી કરાઈ હતી.