ભગવાન રામ માટે સુરતના હીરા વેપારીએ હીરાજડિત આભૂષણોનું દાન કર્યું

Share this Article:

Last Updated on by Sampurna Samachar

કાશીના પુજારીએ ૧૦૧ પંડિતોની મદદથી પ્રાણ પ્રતિષ્ઠા કરાઇ

કિલ્લાના ૬ મંદિરોનું પણ પ્રાણ પ્રતિષ્ઠા

(સંપૂર્ણ સમાચાર સેવા)

અયોધ્યા રામનગરીમાં રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. જેમાં ભગવાન શ્રી રામ, માતા સીતા સાથે લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન તેમજ હનુમાનજીની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરાઇ હતી. કાશીના પુજારી જય પ્રકાશ ત્રિપાઠીએ ૧૦૧ પંડિતોની મદદથી પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. મંત્રોચ્ચાર કર્યા પછી મૂર્તિઓની આંખો પરની પટ્ટીઓ ખોલવામાં આવી હતી અને તેમને અરીસો બતાવવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ભગવાન રામ ગર્ભગૃહમાં બાળકના રૂપમાં છે, જ્યારે તેઓ રામ દરબારમાં રાજા તરીકે બિરાજમાન છે. ટ્રસ્ટે હજુ સુધી કોઈ માહિતી આપી નથી કે ભક્તો ક્યારે રામ દરબારના દર્શન કરી શકશે.વાત કરીએ તો સુરત (SURAT) ના ઉદ્યોગપતિ મુકેશ પટેલે રામ દરબાર માટે હીરા, સોના અને ચાંદીના ઘરેણાંનું દાન કર્યું હોવાના સમાચાર છે.

 ૩૫૦ લોકોને આમંત્રણ અપાયું

વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય ખજાનચી દિનેશ નેવાડિયાએ જણાવ્યું હતું કે દાનમાં મળેલા ઘરેણાંમાં એક હજાર કેરેટનો હીરા, ૩૦ કિલો ચાંદી, ૩૦૦ ગ્રામ સોનું, ૩૦૦ કેરેટ રૂબીથી બનેલા ૧૧ મુગટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ભગવાન રામના ભાઈઓ માટે ગળાનો હાર, કાનના કુંડલ, માથા પર છત્તર, ધનુષ અને બાણ છે. આ ઘરેણાં ચાર્ટર્ડ પ્લેન દ્વારા અયોધ્યા લાવવામાં આવ્યા હતા. તે રામ મંદિર ટ્રસ્ટને દાનમાં આપવામાં આવ્યા હતા.

રામલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ એટલે કે ૪૯૮ દિવસ પહેલા થઈ હતી. રામ દરબાર ઉપરાંત મંદિરના ભોંયતળિયે બનેલા કિલ્લાના ૬ મંદિરોનું પણ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવ્યું હતું. તેમાં ભગવાન શિવ, શ્રી ગણેશ, હનુમાન, સૂર્ય ભગવાન, મા ભગવતી, માં અન્નપૂર્ણાની મૂર્તિઓનો સમાવેશ થાય છે. ગયા વર્ષે રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા માટે દેશભરના મોટા ઉદ્યોગપતિઓ અને ફિલ્મી હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. રામ દરબારના અભિષેક માટે ૩૫૦ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાંથી મોટાભાગના ટ્રસ્ટના અધિકારીઓ અને સંતો છે.

જયપુરમાં રામ દરબારની મૂર્તિઓ તૈયાર કરવામાં આવી છે. આ મૂર્તિઓ મકરાણાના સફેદ આરસ પહાણમાંથી બનાવવામાં આવી છે. ભગવાન શ્રી રામ અને સીતા સિંહાસન પર બિરાજમાન છે. ભરત અને હનુમાન ભગવાન શ્રી રામના ચરણ પાસે બિરાજમાન છે.

અયોધ્યા રામ મંદિરમાં રામ દરબારની પ્રતિષ્ઠા આ કાર્યક્રમ સવારે ૧૧ થી ૧૧.૪૦ વાગ્યા દરમિયાન અભિજીત મુહૂર્તમાં થયુ. રામ દરબાર રામલલ્લાના ગર્ભગૃહની ઉપર એટલે કે પહેલા માળે બનાવવામાં આવ્યો છે. તેમાં ભગવાન રામ, માતા સીતા, ત્રણ ભાઈઓ- લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન તેમજ હનુમાનજીની મૂર્તિઓ છે. સુરતના ઉદ્યોગપતિ મુકેશ પટેલે રામ દરબાર માટે હીરા, સોના અને ચાંદીના ઘરેણાંનું દાન કર્યું છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.