Last Updated on by Sampurna Samachar
કોમર્શિયલ મિલકતધારકોએ વેરો ન ભરતા મિલકતો કરાઈ હતી સીલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત લિંબાયત વિસ્તારમાં સુરત મનપાએ વેરા વસૂલાત કરવા ઝુંબેશ હાથ ધરી છે. કોમર્શિયલ મિલકતધારકોએ લાંબા સમયથી વેરો ન ભરતા મિલકતો ટાંચમાં લીધી હતી. ત્યારે એક જ દિવસમાં ૭૯ લાખની વસૂલાત કરતા કરચોરોમાં ફફડાટ ફેલાયો છે.
સુરતમાં મહાનગર પાલિકા દ્વારા લિંબાયત ઝોનમાં વેરા વસૂલવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી. જેમાં કોમર્શિયલ મિલકતધારકોએ લાંબા સમયથી વેરો ભર્યો ન હતો. જેથી નોટિસ આપવામાં આવી હતી. પરંતુ નોટિસનો કોઈ જવાબ ન આપતા આકરી કાર્યવાહી કરવામાં આવી હતી.
ત્યારે મનપાએ ઝુંબેશ થકી મિલકતોને ટાંચમાં લઇ સીલ કરવામાં કરાતા મિલકતધારકોએ વેરાની ભરપાઇ કરી દીધી હતી .સુરત મનપાને એક જ દિવસમાં રૂપિયા ૭૮.૯૦ લાખની વસૂલાત કરી હતી. ૬ જાન્યુઆરી સુધીમાં ૧૮૨.૦૮ કરોડના વેરાની વસૂલાત થઇ છે, ૩૧૪.૫૯ કરોડ વસૂલાતની ડિમાન્ડની સામે ૧૮૨.૦૮ કરોડના વેરાની વસૂલાત કરાઈ હતી. આમ લિંબાયત ઝોન દ્વારા એક જ દિવસમાં કુલ રૂપિયા ૭૮,૯૦,૦૦૦ ની વસૂલાત કરી હતી.