Last Updated on by Sampurna Samachar
રહીશોએ ન્યાયની માંગ કરી પણ મનપાએ કોઇ કામગીરી કરી નહીં
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરતમાં મનપાએ ગુજરાત હાઈકોર્ટના આદેશનો અનાદર કર્યા હોવાનું સામે આવ્યું છે. સુરતના લીંબાયત ઝોનમાં હાઈકોર્ટે બે ઓર્ડર આપ્યા હતા, છતાં આદેશનું પાલન ન કરાતા બિલ્ડરો દ્વારા દબાણ કરાતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
COP ની જગ્યાને ૧૨ વર્ષ થયા છતાં કોઈ કામગીરી કરાઈ નથી. સુરત શહેરના આઈ શ્રી ખોડિયાર નગર સોસાયટીમાં બિલ્ડરે COP ની જગ્યા પર કબ્જો કરતાં સ્થાનિકોએ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. ગુજરાત હાઈકોર્ટ પહોંચેલા રહીશો COP ની જગ્યાને લઈને ન્યાય માટે અપીલ કરી રહ્યા છે.
સુરત મનપાએ કામગીરી કરવાની જગ્યાએ પોલીસ પર કેસ કરતા રહીશોએ મનપાને રજૂઆત કરી છે તેમ જાણવા મળ્યું છે. અગાઉ ગોડાદરામાં બિલ્ડરે ગેરકાયદે બાંધકામ કરતા કિન્નરો પણ મેદાનમાં પડ્યા હતા. તેમની માંગ છે કે COP ની જગ્યા પર મંદિર બનાવવામાં આવે અથવા રહીશોને જગ્યાનો ઉપયોગ કરવા દેવામાં આવે.