Last Updated on by Sampurna Samachar
પોલીસે CCTV ના આધારે તપાસ હાથ ધરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત શહેરમાં કાયદા અને વ્યવસ્થાનો ખૌફ કેટલાક તત્વોને રહ્યો જ હોય તેવો વધુ એક પુરાવો મળ્યો છે. સુરતમાં મહિલા સાથે સરેઆમ ખિલવાડ થતા દ્રશ્યો જોવા મળ્યા હતા.. જ્યાં સુરતમાં યુવતીઓની સરેઆમ છેડતીનો કિસ્સો બન્યો છે. જે દીકરીઓની ખુલ્લેઆમ છેડતીનો વીડિયો વાયરલ થયો છે.
યુવતીની ધોળા દિવસે થતી છેડતી જે સવાલો કરે છે કે શું અસામાજિક તત્વોને પોલીસનો ડર રહ્યો નથી ? મળતી વિગતો મુજબ સુરતના અંજના સ્થિત અમન સોસાયટીમાં છેડતીનો બનાવ સામે આવ્યો છે. જેમાં રસ્તે ચાલતી યુવતીઓને એક અસામાજિક તત્વોએ છેડતી કરી હતી. તો આ સ્થળના માત્ર ૫ ફૂટના અંતરે છેડતીનો બીજો બનાવ બન્યો હતો. જ્યાં મોપેડ પર ઉભેલી યુવતીની પણ છેડતી કરવામાં આવી હતી.
સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. અમન સોસાયટીના પ્રમુખ દ્વારા ઉધના પોલીસ સ્ટેશનને લેખિતમાં અરજી પણ આપવામાં આવી છે. હાલ પોલીસે CCTV ના આધારે વધુ તપાસ હાથ ધરી છે.