Last Updated on by Sampurna Samachar
પાલિકાઓની ચૂંટણી ૩૧ જાન્યુઆરી ૨૦૨૬ સુધી કરાવવી ફરજિયાત
રાજ્ય ચૂંટણી પંચની ધીમી કાર્યવાહી પર અસંતોષ વ્યક્ત કર્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રમાં તમામ સ્થાનિક સ્વરાજની ચૂંટણી ૩૧ જાન્યુઆરી ૨૦૨૬ સુધી કરાવવાનો નિર્દેશ આપ્યો છે. ત્યાર બાદ હવે કોઈ વિસ્તાર થશે નહીં. સુપ્રીમ કોર્ટે આ પણ નિર્દેશ આપ્યો કે સીમાંકનની પ્રક્રિયા ૩૧ ઓક્ટોબર ૨૦૨૫ સુધી પૂરી થઈ જવી જોઈએ અને તેને ચૂંટણી ટાળવાનો આધાર બનાવી શકાય નહીં.

જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્ય બાગચીની પીઠે ૬ મેના રોજ આપેલા પૂર્વ આદેશના અનુપાલનમાં રાજ્ય ચૂંટણી પંચની ધીમી કાર્યવાહી પર અસંતોષ વ્યક્ત કર્યો. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે, જિલ્લા પરિષદો, પંચાયત સમિતિઓ અને તમામ નગર પાલિકાઓની ચૂંટણી ૩૧ જાન્યુઆરી ૨૦૨૬ સુધી કરાવવી ફરજિયાત છે.
SEC સમય પર નિર્દેશોનું પાલન કરવામાં નિષ્ફળ
રાજ્ય ચૂંટણી પંચે ચૂંટણી ટાળવાના કારણોમાં ઈવીએમની કમી, બોર્ડ પરીક્ષાના કારણો સ્કૂલો ન મળવી અને કર્મચારીઓની તૈનાતીમાં મોડું થવાનું કારણ બતાવ્યું. કોર્ટે કહ્યું કે, માર્ચ ૨૦૨૬માં થનારી બોર્ડ પરીક્ષાઓ ચૂંટણી ટાળવાનો આધાર બની શક્તિ નથી અને SEC સમય પર નિર્દેશોનું પાલન કરવામાં નિષ્ફળ રહ્યા છે.