Last Updated on by Sampurna Samachar
સુનાવણી દરમિયાન બુલડોઝરની કાર્યવાહી પર રોક લગાવવામાં આવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશના અધિકારીઓ સામે દાખલ અવમાનના અરજીને નકારતા અરજદારને હાઈકોર્ટમાં અપીલ કરવાનો નિર્દેશ કર્યો છે. અરજદારનું કહેવું છે કે, અધિકારીઓ દ્વારા સુપ્રીમ કોર્ટના ૧૩ નવેમ્બર, ૨૦૨૪ના આદેશનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે, જેમાં નોટિસ આપ્યા વિના અથવા સુનાવણી દરમિયાન બુલડોઝરની કાર્યવાહી પર રોક લગાવવામાં આવી છે.
જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈ અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની ખંડપીઠે અરજદારને હાઈકોર્ટમાં અપીલ કરવા કહ્યું છે. અરજદારનું કહેવું હતું કે, સંભલમાં તેમની પ્રોપર્ટી પર ૧૦ અને ૧૧ જાન્યુઆરી, ૨૦૨૫ના દિવસે બુલડોઝર ફેરવી દેવાયું. આ માટે તંત્ર દ્વારા ન તો કોઈ સૂચના આપવામાં આવી હતી અને ન તો કોઈ નોટિસ અપાઈ હતી.
ફેક્ટરી મારા અને મારા પરિવારની આવકનો એકમાત્ર આધાર હતો અને અધિકારીઓની આ કાર્યવાહીથી મારા અને મારા પરિવારનું જીવન જોખમી બની ગયું છે. સુપ્રીમ કોર્ટે નવેમ્બરમાં જ આ પ્રકારની કાર્યવાહી પર રોક લગાવી દીધી છે.
નોંધનીય છે કે, આ પહેલાં ૨૪ જાન્યુઆરીએ કોર્ટે સુનાવણીને એક અઠવાડિયા માટે ટાળી દીધી હતી. ગત વર્ષે ૧૩ નવેમ્બરે સુપ્રીમ કોર્ટે બુલડોઝર એક્શન સામે દાખલ અરજી પર સુનાવણી દરમિયાન દેશભર માટે દિશા-નિર્દેશ જાહેર કરવામાં આવ્યા હતાં. જેમાં કહેવામાં આવ્યું હતું કે, કોઈ કારણ જણાવો નોટિસ વિના આવી કાર્યવાહી ન કરવામાં આવે અને જવાબ માટે ૧૫ દિવસનો સમય આપવામાં આવે.
કોર્ટના આદેશમાં અન્ય ઘણાં નિર્દેશ કરવામાં આવ્યા હતાં અને સ્પષ્ટ કરવામાં આવ્યું કે, ગાઇડલાઈન એવા અનધિકૃત સંરચનાઓ પર લાગૂ નહીં કરવામાં આવે, જે કોઈ સાર્વજનિક સ્થળ જેમકે રસ્તા, ગલી, ફૂટપાથ, રેલવે લાઇન, નદી અથવા વૉટર બોડીઝની પાસેહ હાજર હોય, જેમાં કોર્ટે તોડી પાડવાનો આદેશ આપ્યો હોય.