Last Updated on by Sampurna Samachar
સરકારને ૪ અઠવાડિયામાં જવાબ આપવાનો નિર્દેશ આપ્યો
જૂના વાહનોના માલિકોને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હીમાં જૂના વાહનોના માલિકોને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. કોર્ટે ૧૦ વર્ષ જૂના ડીઝલ અને ૧૫ વર્ષ જૂના પેટ્રોલ વાહનો પર હાલ કોઈ કાર્યવાહી ન કરવાનો નિર્દેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ૧૦ અને ૧૫ વર્ષ જૂના વાહનો સામે કાર્યવાહી પર પ્રતિબંધ મૂકતો આદેશ જાહેર કર્યો છે. આ ઉપરાંત, સુપ્રીમ કોર્ટે સરકારને નોટિસ જાહેર કરીને ૪ અઠવાડિયામાં જવાબ આપવાનો નિર્દેશ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, દિલ્હી સરકારે જૂના વાહનો સામે કોઈ કાર્યવાહી ન કરવી જોઈએ. જણાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટમાં ૧૦ વર્ષ જૂના ડીઝલ અને ૧૫ વર્ષ જૂના પેટ્રોલ વાહનો પર પ્રતિબંધ મૂકવાના ૨૦૧૮ના આદેશ પર પુનર્વિચાર કરવાની માંગ કરતી અરજી દાખલ કરવામાં આવી હતી.
કેસની આગામી સુનાવણી ચાર અઠવાડિયા પછી થશે
વર્ષ ૨૦૧૪ માં, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલએ દિલ્હી- NCR માં વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે ૧૦ વર્ષથી જૂના ડીઝલ વાહનો અને ૧૫ વર્ષથી જૂના પેટ્રોલ વાહનો પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે વર્ષ ૨૦૧૮ માં આ આદેશને યથાવત રાખતા, દિલ્હીના પરિવહન વિભાગને આવા વાહનોને જપ્ત કરવા અને સ્ક્રેપ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
૨૦૨૪ જાહેર કરી હતી અને લગભગ ૬૨ લાખ જૂના પેટ્રોલ-ડીઝલ વાહનોને રસ્તાઓ પરથી દૂર કરવા અને તેમને સ્ક્રેપ કરવાની પ્રક્રિયા શરૂ કરવાનો આદેશ આપ્યો હતો, પરંતુ આ આદેશનો વિરોધ કરવામાં આવ્યો હતો. લોકો અને સામાજિક સંગઠનોએ આ આદેશનો સખત વિરોધ કર્યો હતો.
દિલ્હી-એનસીઆરમાં જૂના વાહનો પર સુપ્રીમ કોર્ટનો તાજેતરનો ર્નિણય છેલ્લા ઘણા મહિનાઓથી ચાલી રહેલી કડકતામાં એક મહત્વપૂર્ણ વળાંક છે. રાજધાનીમાં ૧૦ વર્ષથી વધુ જૂના ડીઝલ વાહનો અને ૧૫ વર્ષથી વધુ જૂના પેટ્રોલ વાહનો પર પ્રતિબંધ પહેલાથી જ લાગુ છે. કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ અને ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે તેમને ‘એન્ડ ઓફ લાઇફ‘ એટલે કે ઈર્ંન્ વાહનો જાહેર કર્યા છે.
૧ જુલાઈથી, પેટ્રોલ પંપ પર ANPR કેમેરા લગાવવામાં આવ્યા હતા, જે આવા વાહનોની નંબર પ્લેટ ઓળખે છે અને તેમને ઇંધણ આપતા અટકાવે છે. દિલ્હી સરકારે પોલીસ અને ટ્રાન્સપોર્ટ એન્ફોર્સમેન્ટ ટીમો સાથે મળીને ઘણા વિસ્તારોમાં દેખરેખ વધારી દીધી હતી. પેટ્રોલ પંપોને ચેતવણી આપવામાં આવી હતી કે, જો તેઓ પ્રતિબંધિત વાહનોને ઇંધણ આપશે, તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.
જોકે, સુપ્રીમ કોર્ટે હાલમાં વાહન માલિકોને રાહત આપી છે. કોર્ટે કહ્યું કે, આ વાહનો પર કોઈ ફરજિયાત દંડ કે જપ્તી નહીં થાય. આ આદેશ ત્યારે આવ્યો જ્યારે દિલ્હી સરકારે જૂના વાહનો માટે પેટ્રોલ અને ડીઝલનું વેચાણ બંધ કરવાની યોજના અમલમાં મૂકી હતી. હવે કેન્દ્ર અને અન્ય પક્ષો પાસેથી જવાબ માંગવામાં આવ્યો છે, અને કેસની આગામી સુનાવણી ચાર અઠવાડિયા પછી થશે.