હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની નિમણુંકમાં હવે કોલેજિયમમાં નવો ફેરફાર
(સંપૂર્ણ સમાચાર સેવા)
હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની નિમણૂકને લઈને ઘણી વખત એવી છાપ ઉભી થઈ છે કે પસંદગી પ્રક્રિયામાં પ્રથમ જનરેશનના વકીલોને મહત્ત્વ આપવામાં આવતું નથી. તેના બદલે, જે લોકો બીજી જનરેશનના વકીલો છે અને જેમના પરિવારના સભ્યો પહેલેથી જ જજ છે તેઓને જજ તરીકે બઢતી આપવામાં આવે છે. હવે આ ધારણાને ખતમ કરવાની પહેલ કોલેજિયમ તરફથી આવી શકે છે.
હવે મળતી માહિતી મુજબ, કોલેજિયમ એવા લોકોના નામ આગળ મૂકવાથી બચશે, જેમના પરિવારના સભ્યો અથવા સંબંધીઓ પહેલાથી જ હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટના જજ છે. જો આમ થશે તો કોલેજિયમ દ્વારા જજોની પસંદગી કરવાની પ્રક્રિયામાં મોટો ફેરફાર થશે. ઉલ્લેખનીય છે કે, ન્યાયાધીશોમાં મોટી સંખ્યામાં એવા લોકો છે જેમના પરિવારના સભ્યો અથવા સંબંધીઓ ભૂતકાળમાં પણ કાયદાકીય વ્યવસાય સાથે જોડાયેલા છે.
મળતી માહિતી મુજબ, કોલેજિયમમાં સમાવિષ્ટ કેટલાક ન્યાયાધીશોએ જ પ્રસ્તાવ મૂક્યો હતો કે આવા લોકોના નામ, જેમના પરિવારના સભ્યો અથવા સંબંધીઓ પહેલાથી જ ન્યાયાધીશ રહી ચૂક્યા છે અથવા તેઓના નામ આગળ ન મૂકવા જોઈએ. જ્યારે આ અંગે ચર્ચા થઈ ત્યારે એ વાત પણ ઉઠી કે આવો ર્નિણય લેવાથી અમુક લાયકાત ધરાવતા લોકો પણ નીકળી જશે, જેઓ યોગ્ય છે. આના પર, કોલેજિયમમાં જ દલીલ કરવામાં આવી હતી કે, આ લોકો સફળ વકીલ તરીકે સારું જીવન જીવી શકે છે. આ લોકોને પૈસા કમાવવાની તકોની કોઈ કમી નહીં હોય. ભલે તે કેટલાક લોકો માટે હાનિકારક હશે, પરંતુ મોટા હિતમાં આ ર્નિણય ખોટો નથી. કૉલેજિયમ પોતે જ આવો ર્નિણય લે છે તે મહત્ત્વપૂર્ણ છે કારણ કે સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધારણીય બેન્ચે ૨૦૧૫માં રાષ્ટ્રીય ન્યાયિક નિમણૂક પંચને ફગાવી દીધું હતું.
આ સંસ્થાની રચના સંબંધિત કાયદાને સરકારે સંસદ દ્વારા સર્વસંમતિથી પસાર કરાવ્યો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટે તેના પર સ્ટે મૂકી દીધો હતો. આવી સ્થિતિમાં હવે કોલેજિયમ માટે જ જજોની નિમણૂક પ્રક્રિયામાં સુધારો લાવવાનો પ્રસ્તાવ લાવવો મહત્ત્વપૂર્ણ છે. હકીકતમાં, સુપ્રીમ કોર્ટમાં જ્યારે દ્ગત્નછઝ્રને ફગાવી દેવામાં આવ્યો હતો, ત્યારે એક વકીલે તેનો કેસ રજૂ કરતી વખતે પરિવારવાદની દલીલ આપી હતી. વકીલે કહ્યું કે, લોકોના મનમાં એવી લાગણી છે કે કોલેજિયમ સિસ્ટમમાં જજ જ જજની પસંદગી કરે છે. આના દ્વારા ઘણી વખત એવા લોકોને જ પસંદ કરવામાં આવે છે, જેમના પરિવારના સભ્યો પહેલાથી જ ન્યાયિક વ્યવસ્થામાં છે. એક વકીલે કહ્યું હતું કે, આવા ૫૦ ટકા જજ હાઈકોર્ટમાં છે, જેમના પરિવારના સભ્યો પહેલાથી જ કોર્ટમાં હતા.
અહેવાલો મુજબ, આ ધારણાને તોડવા માટે કોલેજિયમમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. જોકે, અત્યારે આ માત્ર એક પ્રસ્તાવ છે. આનો અમલ કરવામાં સમય લાગશે. ઉલ્લેખનીય છે કે, કોલેજિયમ સિસ્ટમની સરકાર દ્વારા ઘણી વખત ટીકા પણ કરવામાં આવી છે. આ ઉપરાંત કોલેજિયમ સિસ્ટમની ખામીઓ અંગે પણ સિવિલ સોસાયટીમાં ચર્ચા થઈ રહી છે. તાજેતરમાં કોલેજિયમ સિસ્ટમમાં વધુ એક સુધારો જોવા મળ્યો છે. હવે કોલેજિયમમાં સમાવિષ્ટ જજાે પણ નિમણૂક પહેલા સંબંધિત લોકોને મળી રહ્યા છે અને ઈન્ટરવ્યુ વગેરે લઈ રહ્યા છે.