Last Updated on by Sampurna Samachar
સ્ટાલિનની ટિપ્પણીને લઈને અનેક રાજ્યોમાં નોંધાઇ હતી ફરિયાદ
આગામી સુનાવણી એપ્રિલ મહિનામાં થશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
તમિલનાડુના નાયબ મુખ્યમંત્રી ઉદયનિધિ સ્ટાલિનને સુપ્રીમ કોટર્માંથી મોટી રાહત મળી છે. કોર્ટે નિર્દેશ આપ્યો કે સનાતન ધર્મ અંગેના તેમના નિવેદન બદલ ઉદયનિધિ સામે તેમની પરવાનગી વિના કોઈ નવી ફરિયાદ નોંધવામાં આવશે નહીં. તે જ સમયે, ધરપકડથી વચગાળાનું રક્ષણ અકબંધ રહેશે. સુપ્રીમ કોર્ટે બિહાર મામલામાં નવા કેસ પર નોટિસ પણ જારી કરી છે, જેની સુનાવણી એપ્રિલ મહિનામાં થશે.
તમિલનાડુના ડેપ્યુટી મુખ્યમંત્રી ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મ અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. આ પછી મામલો સુપ્રીમ કોટમાં પહોંચ્યો હતો. આ કેસમાં સુપ્રીમ કોર્ટે ઉદયનિધિ સ્ટાલિનને રાહત આપી છે. કોર્ટે કહ્યું કે પરવાનગી વિના આ મામલે આગળ કોઈ કેસ નોંધવામાં આવશે નહીં. સનાતન ધર્મ પર ટિપ્પણી સંબંધિત કેસમાં ઉદયનિધિ સ્ટાલિન (STALIN) ને કાયર્વાહીથી રક્ષણ આપતા વચગાળાના આદેશની મુદત પણ સુપ્રીમ કોર્ટે લંબાવી છે.
સનાતન ધર્મ’ ની તુલના વાયરસ સાથે કરી
સપ્ટેમ્બર ૨૦૨૩ માં એક પરિષદમાં બોલતા, DMK નેતાએ કહ્યું હતું કે સનાતન ધર્મ સામાજિક ન્યાય અને સમાનતાની વિરુદ્ધ છે. આ બંધ થવું જ જોઈએ. તેમણે ‘સનાતન ધર્મ’ ની તુલના કોરોનાવાયરસ, મેલેરિયા અને ડેન્ગ્યુ સાથે કરી હતી. તેમણે કહ્યું હતું કે તેનો નાશ થવો જોઈએ. સ્ટાલિનની ટિપ્પણીને લઈને મહારાષ્ટ્ર, બિહાર, જમ્મુ અને કર્ણાટક સહિત દેશના વિવિધ ભાગોમાં તેમની વિરુદ્ધ અનેક ફરિયાદ નોંધવામાં આવી હતી.