Last Updated on by Sampurna Samachar
લલિત મોદીને વૈકલ્પિક ઉપાયોનો લાભ મેળવવાનો અધિકાર
લલિત મોદીએ કરેલી અરજી સંપૂર્ણ ભ્રામક : HC
(સંપૂર્ણ સમાચાર સેવા)
એન્ફોર્સમેન્ટ ડિરોક્ટેરેટે (ED) ભાગેડુ લલિત મોદીને ૧૦.૬૫ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યા બાદ હવે સુપ્રીમ કોર્ટે પણ ઝટકો આપ્યો છે. લલિત મોદીએ ED ની દંડાત્મક કાર્યવાહી વિરુદ્ધ કરેલી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે.
ED એ દંડ ફટકારેલ રકમ BCCI ને ચૂકવવા લલિત મોદીને નિર્દેશ આપવા કોર્ટને વિનંતી કરી હતી. જોકે સુનાવણી કરી રહેલા ન્યાયાધીશ પી.એસ.નરસિમ્હા અને ન્યાયાધીશ આર.મહાદેવનની બેંચે કહ્યું કે, ‘લલિત મોદીને કાયદા મુજબ વૈકલ્પિક ઉપાયોનો લાભ મેળવવાનો અધિકાર છે.’
કરોડો રુપિયાનુ કમિશન લેવા સહિતના આરોપ
૧૯ ડિસેમ્બર-૨૦૨૪ના રોજ મુંબઈ હાઈકોર્ટે લલિત મોદી પર એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો અને ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) ના ઉલ્લંઘન બદલ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા તેમને ફટકારાયેલ ૧૦.૬૪ કરોડ રૂપિયાના દંડની ચુકવણી BCCI ને કરવા નિર્દેશ આપવાની માંગ કરતી તેમની અરજીને ફગાવી દીધી હતી.
હાઈકોર્ટે કહ્યું હતું કે, લલિત મોદીએ કરેલી અરજી સંપૂર્ણ ભ્રામક છે, કારણ કે ન્યાયિક સત્તાવાળાઓ FEMA હેઠળ લલિત મોદીને દંડ ફટકાર્યો હતો. તેણે અરજીમાં કહ્યું કે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)માં મારી ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક કરાઈ હતી. આ દરમિયાન તેઓ BCCI ની પેટા સમિતિ, ઈન્ડિયન પ્રીમિયર લીગ ગવર્નિંગ બોડીના અધ્યક્ષ પણ હતા.
અરજીમાં દાવો કરાયો હતો કે BCCI એ તેમને પેટા-નિયમો મુજબ વળતર આપવું જોઈએ. ઉલ્લેખનીય છે કે, ઈન્ડિયન પ્રિમિયર લીગના કમિશ્નર તરીકેના કાર્યકાળ દરમિયાન ૨૦૦૯ માં લલિત મોદી પર IPL ના ટીવી રાઈટ આપવામાં કરોડો રુપિયાનુ કમિશન લેવા સહિતના વિવિધ આરોપ લાગ્યા હતા. એ પછી ધરપકડ છોડીને બચવા માટે ૨૦૧૦માં ફરાર થઈને બ્રિટન પહોંચી ગયેલા લલિત મોદીએ વાનુઆતુ નામના ટાપુ દેશની તાજેતરમાં નાગરિકતા લઈ લીધી છે. ભારત સરકાર ૨૦૧૮ થી તેમના પ્રત્યાર્પણ માટે પ્રયત્ન કરી રહી છે, પણ હજી સુધી સફળતા મળી નથી.