Last Updated on by Sampurna Samachar
સુપ્રીમ કોર્ટે ઝારખંડ સરકાર અને ફરિયાદકર્તા પાસેથી જવાબ માંગ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
માનહાનિના કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે ટ્રાયલ કોર્ટની કાર્યવાહી પર આગામી આદેશ સુધી વચગાળાની રોક લગાવી દીધી છે.
માનહાનિના કેસમાં જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મેહતાની પીઠે કેસને રદ કરવાની માંગવાળી રાહુલ ગાંધીની અરજી પર ઝારખંડ સરકાર અને ફરિયાદકર્તા પાસેથી જવાબ માંગ્યો છે. તો વળી માનહાનિ કેસમાં રાહુલ ગાંધીની અરજી પર સુપ્રીમ કોર્ટે ઝારખંડ સરકાર અને ફરિયાદકર્તા ભાજપ કાર્યકર્તા નવીન ઝાને નોટિસ મોકલી છે.
અરજીમાં ઝારખંડ હાઈકોર્ટે ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૪ ના ચુકાદાને પડકાર આપ્યો હતો. હાઈકોર્ટે માનહાનિ કેસને રદ કરવાની ના પાડી દીધી હતી. હકીકતમાં જોઈએ તો, ભાજપ કાર્યકર્તા નવીન ઝાએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિની ફરિયાદ નોંધાવી હતી. ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પ્રચાર દરમ્યાન રાહુલ ગાંધી પર ગૃહમંત્રી અમિત શાહને હત્યારા કહેવાનો આરોપ છે.