Last Updated on by Sampurna Samachar
‘ધરતી પર પગ મૂકશે તો બની શકે કે તેઓ ચાલવાનું જ ભૂલી ગયા હોય’
સ્પેસએક્સ ક્રૂ કેપ્સ્યુલ બંનેને લેવા પહોંચ્યુ
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુનિતા વિલિયમ્સના પૃથ્વી પર પરત આવવાના ખુશીના સમાચાર સામે આવ્યા છે. ઘણાં લાંબા સમયથી અંતરિક્ષમાં ફસાયેલા બંને સભ્યો જલદી પૃથ્વી પર પરત ફરવાના છે. આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન ક્રૂ-૧૦ તેમને લેવા માટે અંતરિક્ષમાં પહોંચી ગયું અને સુનિતા અને બુચ સાથે ક્રૂ-૧૦ના સભ્યોની મુલાકાત થઈ છે.
ત્યારે આ સભ્યોએ બન્નેના હાલચાલ જાણ્યા હતા. થોડા જ સમયમાં ડોકિંગની પ્રક્રિયા શરૂ થશે. ૧૯ માર્ચે ધરતી પર સુનિતા અને બુચ પૃથ્વી પર આવી પહોંચશે તેવી માહિતી મળી છે. સ્પેસએક્સ ક્રૂ કેપ્સ્યુલ સફળતાપૂર્વક આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર ડોક થયું , જેનાથી નાસાના બે ફસાયેલા ક્રૂ સભ્યો બુચ વિલ્મોર અને સુનિતા વિલિયમ્સ (Sunita Williams) ,જેઓ નવ મહિનાથી વધુ સમયથી ભ્રમણકક્ષામાં ફસાયેલા છે, તેમના સ્થાને અવકાશયાત્રીઓની એક નવી ટીમ પહોંચી છે.
ટ્રમ્પે સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરના વાપસીમાં રસ ધરાવ્યો
યુનાઇટેડ સ્ટેટ્સ, જાપાન અને રશિયાનું પ્રતિનિધિત્વ કરતા ચાર નવા આગમન કરનારાઓ, વિલ્મોર અને વિલિયમ્સના માર્ગદર્શન હેઠળ સ્ટેશનની અંદર અને બહાર શીખવામાં આગામી થોડા દિવસો વિતાવશે. તેના બાદ સુનિયા વિલિયમ્સ અને બુચ વિલ્મોર જલ્દી જ રિટર્ન થશે.
નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી ફાલ્કન ૯ રોકેટનો ઉપયોગ કરીને ડ્રેગન અવકાશયાન પર ક્રૂ-૧૦ મિશન લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ક્રૂમાં ચાર અવકાશયાત્રીઓનો સમાવેશ થાય છે, જેમાં બે અમેરિકાના અને એક જાપાન તેમજ રશિયાનો સમાવેશ થાય છે.
તમને જણાવી દઈએ કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતે સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરના વાપસીમાં રસ ધરાવે છે. તેમણે સ્પેસએક્સના માલિક એલોન મસ્કને આ જવાબદારી સોંપી હતી. ટ્રમ્પે થોડા દિવસો પહેલા કહ્યું હતું કે, પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઈડેને સુનિતા અને બુચ વિલ્મોરને અવકાશમાં છોડી દીધા છે.
વિલ્મોર અને વિલિયમ્સ ૫ જૂને બોઇંગના નવા સ્ટારલાઇનર કેપ્સ્યુલમાં કેપ કેનાવેરલથી રવાના થયા. બંને ફક્ત એક અઠવાડિયા માટે ગયા હતા પરંતુ અવકાશયાનમાંથી હિલીયમ ગેસના લીકેજ અને ગતિ ગુમાવવાને કારણે, તેઓ લગભગ નવ મહિનાથી અવકાશ મથકમાં ફસાયેલા છે.
આગામી સપ્તાહે તેઓ પૃથ્વી પર પાછા ફરી શકે છે. જ્યારે તેઓ ધરતી પર પગ મૂકશે તો બની શકે કે તેઓ ચાલવાનું જ ભૂલી ગયા હોય. વિશેષજ્ઞોએ તેની પાછળ મોટું કારણ ગણાવ્યું છે. સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર લગભગ એક વર્ષથી આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન પર ફસાયેલા છે. હવે તેઓ શરૂ થયેલા સ્પેસએક્સ બચાવ મિશન દ્વારા પાછા ફરવાના છે. આગામી સપ્તાહે જ્યારે બંને અંતરિક્ષયાત્રી પૃથ્વી પર પાછા ફરશે તો તેઓ કદાચ ચાલી શકશે નહીં. તેઓ ૯ મહિનાથી અંતરિક્ષમાં ફસાયેલા છે.