Last Updated on by Sampurna Samachar
ક્યાં કારણોસર આપઘાત કર્યો તે અંગે પોલીસે તપાસ હાથ ધરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
આંધ્ર પ્રદેશની એક કોલેજમાં અભ્યાસ કરતા પ્રથમ વર્ષના વિદ્યાર્થીએ ત્રીજા માળેથી કૂદીને આત્મહત્યા કરી હોવાની ઘટના બની હતી. જે આ ચોંકાવનારી ઘટના કોલેજના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. નારાયણ કોલેજના આ વિદ્યાર્થીએ સવારે અચાનક વર્ગની વચ્ચે આવીને આ પગલું ભર્યું. CCTV ફૂટેજમાં જોવા મળ્યું કે વર્ગખંડમાંથી બહાર નીકળ્યા પછી, વિદ્યાર્થી ઇમારતની કિનારી પર ગયો અને કૂદી પડ્યો.
ઘટના સમયે વર્ગમાં અભ્યાસ ચાલી રહ્યો હતો. વીડિયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હતું કે વિદ્યાર્થી કોઈ પણ વાતચીત કર્યા વિના વર્ગ છોડીને નિકળી ગયો. આ પછી તે સીધો બિલ્ડિંગની કિનારી પર ગયો અને ત્રીજા માળેથી નીચે કૂદી પડ્યો. વિદ્યાર્થીએ આ પગલું ભરતાંની સાથે જ તેના સહાધ્યાયીઓ બહાર દોડી ગયા અને પરિસ્થિતિ સમજવાનો પ્રયાસ કર્યો.
આ ઘટના પાછળના કારણો હજુ સુધી જાણી શકાયા નથી. પોલીસે આ કેસની તપાસ શરૂ કરી છે અને વિદ્યાર્થીએ આત્મહત્યા જેવું ગંભીર પગલું કેમ ભર્યું તે જાણવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસનું કહેવું છે કે ઘટનાના તમામ પાસાઓની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે.
વધુમાં વિદ્યાર્થીના પરિવાર અને મિત્રો સાથે વાત કરીને માનસિક સ્થિતિ વિશે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. આ ઘટના પાછળના કારણો હજુ સુધી જાણી શકાયા નથી. પોલીસે આ કેસની તપાસ શરૂ કરી છે અને વિદ્યાર્થીએ આત્મહત્યા જેવું ગંભીર પગલું કેમ ભર્યું તે જાણવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસનું કહેવું છે કે ઘટનાના તમામ પાસાઓની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. વધુમાં, વિદ્યાર્થીના પરિવાર અને મિત્રો સાથે વાત કરીને માનસિક સ્થિતિ વિશે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.