Last Updated on by Sampurna Samachar
Contents
મૃતક જોસનાના કોલેજ બેગમાંથી પૈસા, કેલ્ક્યુલેટર, દુપટ્ટો, મોબાઈલ ફોન મળ્યા
તેની સ્કુલ મિત્ર રોશની અને અન્ય મિત્ર સાથે પડાવેલ ફોટોગ્રાફની પાંચથી વધુ તસવીરો મળી આવી છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત સ્વામીનારાયણ મંદિરમાં બે બહેનપણીઓના એકસાથે આપઘાત કેસમાં નવા અપડેટ આવ્યા છે, પરંતું હજુ સુધી આ વિદ્યાર્થીનીઓના મોતનું કારણ જાણી શકાયું નથી. હવે મંદિરના બાથરૂમમાંથી મળેલી બેગમાં શુ હતું તેનો ખુલાસો થયો છે. મૃતક જોસનાના કોલેજ બેગમાંથી પૈસા, કેલ્ક્યુલેટર, દુપટ્ટો, મોબાઈલ ફોન મળી આવ્યા છે.

સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલા સ્વામીનારાયણ મંદિરમાં શનિવારે બે વિદ્યાર્થીનીઓએ આપઘાત કરી લીધો હતો. બંને નાનપણની બહેનપણીઓ હતી. બંનેએ મંદિરના બાથરૂમને અંદરથી લોક કરીને મોત વ્હાલુ કર્યું હતુ. ત્યારે બાથરૂમમાંથી ૨ બેગ મળી આવી છે. બેગમાંથી અલગ અલગ વસ્તુઓ મળી આવી છે. બંને બહેનપણી કોલેજ જવાના લીધે કોલેજ બેગ લઈને નીકળી ગઈ હતી.
મોઢામાંથી ફીણ નીકળેલી હાલતમાં
બાદમાં તેઓએ સણિયા કણદે ખાતે આવેલા સ્વામીનારાયણ મંદિરના બાથરૂમમાં જઈ બંનેએ પગલું ભરી લીધું હતું. જ્યાં બાથરૂમના વોશ બેસિન પર ૨ બેગ મળી છે. પોલીસ તપાસમાં મળતી માહિતી અનુસાર, બંને વિદ્યાર્થીનીઓના નામ રોશની શીરસાદ અને જોસના ચૌધરી છે.
૧૮ વર્ષીય રોશની શીરસાદ મૂળ મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લાના વતની છે અને હાલ ડીંડોલી વિસ્તારમાં પરિવાર સાથે રહેતી હતી. રોશની સિટીઝન કોલેજમાં બી.કોમના પહેલા વર્ષમાં અભ્યાસ કરતી હતી.
૨૦ વર્ષીય જોસના અતુલભાઈ ચૌધરી પણ ડિંડોલી વિસ્તારમાં રહે છે. તેનું ઘર રોશનીના ઘરથી નજીક જ છે. તેઅઠવાગેટ ખાતે આવેલી વાડિયા વુમેન્સ કોલેજમાં બી.કોમના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી.મૃતક જોસનાના કોલેજ બેગમાંથી પૈસા, કેલ્ક્યુલેટર, દુપટ્ટો, મોબાઈલ ફોન મળી આવ્યા છે. તેમજ તેની સ્કુલ મિત્ર રોશની અને અન્ય મિત્ર સાથે પડાવેલ ફોટોગ્રાફની પાંચથી વધુ તસવીરો મળી આવી છે.
જ્યારે રોશનીના બેગમાંથી કેલ્ક્યુલેટર, મોબાઈલ ફોન, બુક, તેમજ હોળીના રંગ મળી આવ્યા હતા. સીસીટીવી ફુટેજમાં બંને બહેનપણી બાથરૂમ તરફ જતી દેખાઈ હતી. જેથી પોલીસે તેમજ પરિવારના સભ્યોએ બાથરૂમમાં જઈને જોતા દરવાજો બંધ હતો. તેથી પરિવારના સભ્યોએ દરવાજો તોડીને અંદર જોતા બંને બેભાન અવસ્થામાં મળી આવી હતી.
રોશની ઉપર જોસના પડી હતી અને મોઢામાંથી ફીણ નીકળેલી હાલતમાં હતી. જેથી રોશનીની સિવિલ હોસ્પિટલ અને જોસનાને સ્મીમેર હોસ્પિ.માં ખસેડાઈ હતી. જ્યાં બંનેને તબીઓએ બંનેને મૃત જાહેર કરી હતી.