Last Updated on by Sampurna Samachar
હુમલામાં ૧૫ લોકોના મોત થયા
પાંચ થી છ હુમલાખોરોએ ઘુસવાનો કર્યો હતો પ્રયાસ
(સંપૂર્ણ સમાચાર સેવા)
આતંકવાદના ગઢ પાકિસ્તાનમાં મોટો હુમલો થયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આર્મી વિસ્તારમાં આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરે પોતાની જાતને ઉડાવી દીધી હતી. આ પછી પાકિસ્તાનના કૅન્ટોનમેન્ટ વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. આ હુમલામાં ૧૫ લોકોના મોત થયા છે. છ આતંકવાદીઓને પણ ઠાર મારવાનો દાવો કરવામાં આવ્યો છે. આર્મી વિસ્તારને સામાન્ય રીતે ખૂબ જ સુરક્ષિત અને સંવેદશનશીલ માનવામાં આવે છે, છતાં આ હુમલાખોરો આ ઝોનમાં ઘૂસ્યા અને કૅન્ટ વિસ્તારમાં હુમલો કર્યો હતો.
પાકિસ્તાની આર્મી અને સ્થાનિક પોલીસના દમનથી કંટાળીને દેશના વિવિધ ભાગોમાં લોકો રસ્તા પર ઉતરી રહ્યા છે. જણાવી દઈએ કે પાકિસ્તાન આખી દુનિયામાં આતંકવાદને સુરક્ષિત આશ્રય આપનારા દેશ તરીકે કુખ્યાત છે. બલુચિસ્તાનથી લઈને ખૈબર પખ્તૂનખ્વા સુધીમાં પાકિસ્તાની આર્મી અને પોલીસને પડકારો મળી રહ્યા છે. વડાપ્રધાન શહબાઝ શરીફના તમામ દાવાઓ છતાં પાકિસ્તાનના ઘણા ભાગો પોતાને સ્વાયત્ત કરવા માટે આંદોલન ચલાવી રહ્યા છે.
આ હુમલો આર્મી કૅન્ટ વિસ્તારમાં થયો
ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા વિસ્તારમાં મોટો હુમલો થયો છે. સ્થાનિક પોલીસે જણાવ્યું કે આ હુમલો આર્મી કૅન્ટ વિસ્તારમાં થયો છે. આ હુમલાથી આસપાસના વિસ્તારો પણ ધ્રુજી ઉઠ્યા હતા. આ હુમલામાં ૧૫ લોકોના મોત થયા, જ્યારે ૬ હુમલાખોરો પણ માર્યા ગયા.
જણાવી દઈએ કે આ પહેલીવાર નથી કે ખૈબર પખ્તૂનખ્વા વિસ્તારમાં હુમલો થયો છે. પાકિસ્તાન સરકારના દમનચક્ર સામે આ વિસ્તારમાં વારંવાર હુમલા થતા રહે છે. આ હુમલાઓમાં વ્યાપક પ્રમાણમાં જાનમાલનું નુકસાન થાય છે. પોલીસે જણાવ્યું કે સુરક્ષા દળોએ મંગળવારે ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં આર્મી કૅન્ટ પર આતંકવાદીઓના હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો. ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં બન્નુ કૅન્ટોનમેન્ટની દિવાલ પાસે બે આત્મઘાતી હુમલાખોરોએ પોતાની જાતને ઉડાવી દીધી.
પોલીસે જણાવ્યું કે દિવાલમાં છેદ કર્યા પછી પાંચથી છ હુમલાખોરોએ આર્મી કૅન્ટમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમને ઠાર મારવામાં આવ્યા. જોકે, આત્મઘાતી બોમ્બર્સે જ્યારે પોતાને ઉડાવ્યા ત્યારે કૅન્ટ અને આસપાસના વિસ્તારોમાં પણ દહેશત ફેલાઈ ગઈ. ઘટનાસ્થળે તાત્કાલિક મોટી સંખ્યામાં સુરક્ષા દળોના જવાનો પહોંચી ગયા હતા.