Last Updated on by Sampurna Samachar
ફાસ્ટ બોલર સૌરભ દુબેની KKR માં અચાનક એન્ટ્રી
આ બોલર ઈજાગ્રસ્ત આકાશ દીપનું સ્થાન લેવા તૈયાર
(સંપૂર્ણ સમાચાર સેવા)
IPL ૨૦૨૬ની શરૂઆત પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સે તેમની ટીમમાં નોંધપાત્ર ફેરફાર કર્યા છે. ટીમે ઈજાગ્રસ્ત ભારતીય ફાસ્ટ બોલર આકાશ દીપના સ્થાને વિદર્ભના ડાબોડી ફાસ્ટ બોલર સૌરભ દુબેને સામેલ કર્યો છે. આકાશ દીપ હાલમાં બેંગલુરુ સ્થિત સેન્ટર ઓફ એક્સેલન્સમાં રિહેબિલિટેશનમાંથી પસાર થઈ રહ્યો છે. જાેકે, તેની ઈજાની ગંભીરતા અંગે હજુ સુધી કોઈ માહિતી બહાર આવી નથી.
![]()
સૌરભ દુબે માટે KKR તરફથી આ કોલ-અપ એક મોટી તકથી ઓછી નથી. રસપ્રદ વાત એ છે કે, સૌરભ પર સૌપ્રથમ દિગ્ગજ ક્રિકેટર રાહુલ દ્રવિડની નજર પડી હતી. ૨૦૧૯માં જ્યારે તે ACC ઇમર્જિંગ ટીમે એશિયા કપ માટે બાંગ્લાદેશનો પ્રવાસ કર્યો હતો, ત્યારે દ્રવિડે તેની પ્રતિભાની પ્રશંસા કરી હતી. સૌરભ પાસે બોલને બંને રીતે સ્વિંગ કરવાની ક્ષમતા છે, જે કોલકાતાના ઈડન ગાર્ડન્સ જેવા મેદાન પર અસરકારક સાબિત થઈ શકે છે.
ઘૂંટણની ઈજાને કારણે સમગ્ર ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો
જો કે, સૌરભની સફર અત્યાર સુધી ખૂબ જ મુશ્કેલ રહી છે. ૨૦૨૨માં તેને સનરાઇઝર્સ હૈદરાબાદ દ્વારા લેવામાં આવ્યો હતો, પરંતુ કમનસીબે તેની સીઝન ઈજાને કારણે ડેબ્યૂ કર્યા વિના સમાપ્ત થઈ હતી.IPL ૨૦૨૬ના મિની-ઓક્શન દરમિયાન તે ફરી એકવાર અનસોલ્ડ રહ્યો છતાં ભાગ્યએ તેના માટે ફરી એક વાર દરવાજા ખોલ્યા છે અને તે હવે KKR જર્સી પહેરીને પોતાનું કૌશલ્ય દર્શાવવા માટે ઉત્સુક છે.
બીજી બાજુ કોલકાતા નાઈટ રાઇડર્સ માટે મુશ્કેલીઓનો અંત આવી રહ્યો નથી. ટીમ માટે અન્ય એક મુખ્ય ભારતીય ફાસ્ટ બોલર હર્ષિત રાણા ઘૂંટણની ઈજાને કારણે સમગ્ર ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે.
હર્ષિતની ગેરહાજરી KKR માટે એક મોટો ફટકો છે, કારણ કે તેને ડેથ ઓવર દરમિયાન ટીમના મુખ્ય હથિયારોમાંનો એક માનવામાં આવતો હતો. હાલમાં ફ્રેન્ચાઇઝીએ તેના માટે કોઈ રિપ્લેસમેન્ટની જાહેરાત કરી નથી.