Last Updated on by Sampurna Samachar
તમિલ એક્ટર વિશાલ સ્ટન્ટમેન રાજુના મોતથી દુ:ખી
લાઇવ સ્ટંટનો વિડીયો વાયરલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
સાઉથ સિનેમાથી એક દુ:ખદ સામાચાર સામે આવ્યા છે. ડિરેક્ટર પા.રંજીત અને એક્ટર આર્યાની આગામી ફિલ્મના સેટ પર મોટી દુર્ઘટના બની છે. સેટ પર કાર સ્ટન્ટ કરતા એક ફેમસ સ્ટન્ટ આર્ટિસ્ટ રાજુ (મોહનરાજ)નું નિધન થયું છે. સાઉથ એક્ટર વિશાલે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા સ્ટન્ટમેન રાજુના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું છે.
ડિરેક્ટર પા. રંજીત તમિલનાડુના નાગપટ્ટિનમમાં તેની નવી ફિલ્મ વેટટૂવમની શૂટિંગ કરી રહ્યો હતો . સેટ પર સ્ટન્ટ કરતા એક મોટી ઘટના બની, જેમાં સ્ટન્ટમેનનું મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ એવક સમાચાર મળ્યા કે સ્ટન્ટમેનને હાર્ટએટેક આવ્યો છે પણ હવે સેટથી એક વીડિયો સામે આવ્યા બાદ સ્પષ્ટ થયુ કે તેનું મોત એક જોખમી સ્ટન્ટ કરતા સમયે થયું છે.
ફિલ્મોમાં ઘણા જોખમી સ્ટન્ટ્સ કર્યા હતા
સ્ટન્ટમેન રાજુ ઉર્ફે મોહનરાજ એક ગાડી ચલાવી રહ્યો હતો, જે રેમ્પથી પસાર થઈ અને પછી પલટી ગઈ. ગાડી સીધી નીચે પડી અને ગાડીના આગળનો ભાગ જોરથી જમીન સાથે ટક્કરાયો. વીડિયોમાં જોઈ શકાય છે કે રાજુને ગાડીથી બહાર કાઢવામાં આવ્યો. આ ઘટના બાદ તેનું મોત થયું હતું.
સ્ટન્ટ આર્ટિસ્ટ રાજુ (મોહનરાજ)ના નિધનથી તમિલ એક્ટર વિશાલ ખૂબ જ દુ:ખી છે. તેણે આ મુશ્કેલ સમયમાં સ્ટન્ટ આર્ટિસ્ટના પરિવારની મદદ કરવાનું વચન આપ્યું છે. તેણે X હેન્ડલ પર પોસ્ટ શેર કરીને કહ્યું – “આ વાત પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે કે અમારા બહાદુર સ્ટન્ટ આર્ટિસ્ટ રાજુ (મોહનરાજ)નું આર્યા અને રંજીતની ફિલ્મ માટે કાર સ્ટન્ટ કરતા નિધન થઈ ગયું છે. હું તેને ઘણા વર્ષોથી જાણતો હતો, તેણે મારી ફિલ્મોમાં ઘણા જોખમી સ્ટન્ટ્સ કર્યા હતા. તે એક બહાદુર વ્યક્તિ હતો”