પાલનપુરની સ્કૂલમાં વિદ્યાર્થીઓ ફૂડ પોઇઝનિંગનો શિકાર બન્યા

Share this Article:

Last Updated on by Sampurna Samachar

શાળાના જવાબદાર અધિકારીઓ અને સ્ટાફે મૌન સેવ્યું

હાલત બગડતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા

(સંપૂર્ણ સમાચાર સેવા)

પાલનપુર તાલુકાના જગાણા ખાતે આવેલી એકલવ્ય મોડલ સ્કૂલમાં ફૂડ પોઇઝનિંગનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મળતી માહિતી મુજબ વિદ્યાર્થીઓએ શાળામાં બપોરનું ભોજન લીધા બાદ એકસાથે અનેક બાળકોની તબિયત લથડતા સમગ્ર પંથકમાં દોડધામ મચી ગઈ હતી. શરૂઆતમાં ૧૦ બાળકોને અસર થયા બાદ, વધુ ૨૨ બાળકોની હાલત બગડતા કુલ ૩૨ વિદ્યાર્થીઓને તાત્કાલિક પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, શાળામાં બપોરના ભોજનમાં વિદ્યાર્થીઓને દાળ-ભાત આપવામાં આવ્યા હતા. આ ભોજન આરોગ્યાના થોડા જ સમય બાદ વિદ્યાર્થીઓને પેટમાં દુખાવો અને ઊલટી જેવી ફરિયાદો થવા લાગી હતી.

આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગ તપાસ કરે તેવી માંગ

ફૂડ પોઈઝનિંગની અસર એટલી ગંભીર હતી કે હોસ્પિટલમાં દાખલ વિદ્યાર્થીઓની સંખ્યા સતત વધતી રહી હતી. હાલમાં તમામ ૩૨ વિદ્યાર્થીઓ સિવિલ હોસ્પિટલના સ્પેશિયલ વોર્ડમાં તબીબોની દેખરેખ હેઠળ છે.

ઘટનાની જાણ થતા જ મીડિયાકર્મીઓ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં શાળાનો સ્ટાફ પણ હાજર હતો. જોકે, આટલી મોટી બેદરકારી છતાં શાળાના જવાબદાર અધિકારીઓ અને સ્ટાફે મીડિયાના કેમેરા સામે કશું પણ કહેવાનો ઇનકાર કરી મૌન સેવી લીધું હતું. સત્તાધીશોની આ ચૂપકીદી સામે અનેક તર્ક-વિતર્ક સર્જાઈ રહ્યા છે અને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

નોંધનીય છે કે, હજુ થોડા દિવસો પહેલા જ મહેસાણાના સતલાસણાની મોર્ડન સ્કૂલમાં ક્રિસમસની ઉજવણી બાદ ૧૯થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગ થયું હતું. ઉપરાઉપરી બનતી આવી ઘટનાઓએ શિક્ષણ વિભાગની કામગીરી અને શાળાઓમાં પીરસવામાં આવતા ભોજનની ગુણવત્તા સામે મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા કર્યા છે. હાલમાં આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગ દ્વારા આ મામલે ઊંડી તપાસ કરવામાં આવે તેવી માંગ ઊઠી છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.