Last Updated on by Sampurna Samachar
Contents
પોલીસે અંદાજે રૂ. ૧૫૧ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો
સોપારી ભરેલું એક ટ્રેલર ઝડપાતા વિસ્તારમાં ભારે ચકચાર
(સંપૂર્ણ સમાચાર સેવા)
કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં RR સેલે સોપારી માફિયાઓ સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. મળી માહિતી મુજબ આધોઈ ગામ પાસેથી સોપારી ભરેલું એક ટ્રેલર ઝડપાતા વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. જ્યાં પોલીસે અંદાજે રૂ. ૧૫૧ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી લીધો છે અને સમગ્ર મામલે તપાસને વધુ તેજ બનાવી છે.

પોલીસે હવે સોપારી માફિયા ઓનાં સંપર્કો અંગે વધુ તપાસ હાથ ધરી છે. સોપારી માફિયાઓ સામેની આ કાર્યવાહી બાદ કાળા કારોબાર સાથે સંકળાયેલા તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે. પ્રાથમિક તપાસમાં આ સોપારી રેકેટ પાછળ સંગઠિત નેટવર્ક હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
તપાસના ચક્રો ગતિમાન કર્યા
પોલીસે સમગ્ર રેકેટના મૂળ સુધી પહોંચવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને સોપારી માફિયાઓના સંપર્કમાં રહેલા આરોપીઓ સુધી પહોંચવા પ્રયાસો શરૂ કર્યા છે.