Last Updated on by Sampurna Samachar
ઇજાગ્રસ્ત બાળકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા
તંત્રના કાને હજી સુધી આ રજૂઆત પહોંચી નથી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભરૂચમાં રખડતા શ્વાનનો ખતરનાક હુમલાનો કિસ્સો સામે આવ્યો છે.. ઘટના બનતા લોકોમાં અફરાતફરી મચી હતી. મળતી માહિતી મુજબ ભરૂચના જંબુસરમાં રખડતા શ્વાને બાળકો પર હુમલો કર્યો છે અને હુમલામાં બાળકોને પગ તેમજ ગાલ પર ગંભીર ઇજા પહોંચાડી હતી.

ઇજાગ્રસ્ત બાળકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા અને રખડતા શ્વાનને પાલિકા ઝડપથી પકડે તેને લઈ રજૂઆત પણ કરવામાં આવી છે, પણ તંત્રના કાને હજી સુધી આ રજૂઆત પહોંચી નથી.
રખડતા શ્વાનથી સ્થાનિકોમાં ડરનો માહોલ
પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચના જંબુસરના કસ્બા અને કુંભારવાડ વિસ્તારમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે જેના કારણે બાળકો અને સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે, સ્થાનિકોનું કહેવું છે કે, રખડતા શ્વાનના કારણે બહાર નીકળતા બીક લાગે છે, શ્વાન ગમે ત્યારે આવીને બચકું ભરી દે છે, તો બાળકોને ઘરની બહાર પણ નીકળવામાં બીક લાગે છે, ત્યારે જંબુસર પાલિકા જરા આ સ્થિતિ જુઓ અને સ્થાનિકોની સમસ્યાનું નિરાકરણ લાવો તે જરૂરી બન્યું છે.
જો કૂતરૂ કરડે તો શું કરવું જોઈએ ?
સૌ પ્રથમ, ઘાને સાબુ અને સ્વચ્છ વહેતા પાણીથી ૧૫ મિનિટ સુધી સારી રીતે ધોઈ લો.
ઘા પર ઉપલબ્ધ એન્ટિસેપ્ટિક લગાવો.
તરત જ રસી લો અને તબીબની સલાહ અનુસાર રસીકરણનો કોર્સ પૂર્ણ કરો.
પાલતુ પાલતુ પ્રાણીઓની નોંધણી કરાવો અને નિયમિતપણે હડકવા વિરોધી રસી અપાવો.
તમારા પ્રાણીઓને હડકવાથી બચાવવા માટે શું કરવું જોઈએ?
તમારા પાલતુ પ્રાણીઓને હંમેશા તમારા નિરીક્ષણ હેઠળ રાખો.
તમારા પાલતુ પ્રાણીઓને રખડતા પ્રાણીઓથી દૂર રાખો..જો તમારા પાલતુ પ્રાણીને કોઈ અજાણ્યું પ્રાણી કરડે છે, તો તરત જ તેને તમારી નજીકની પશુચિકિત્સા હૉસ્પિટલમાં લઈ જાઓ.
જો તમારા પાલતુ પ્રાણીમાં હડકવા જેવા લક્ષણો દેખાય, તો તાત્કાલિક તમારા નજીકના પશુચિકિત્સક/મ્યુનિસિપાલિટી અધિકારીને જાણ કરો.