Last Updated on by Sampurna Samachar
રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીનો પારો વધશે
આગામી ૧૧ એપ્રિલથી ૧૪ એપ્રિલ દરમિયાન રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજ યુક્ત વાતાવરણ રહેવાની શક્યતા છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજ્યમાં ભરે ઉનાળે કમોસમી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.આ દરમિયાન હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યમાં ગરમીનો પારો વધશે, તેવી આગાહી કરી છે. જેમાંઆગામી ૧૧ એપ્રિલથી ૧૪ એપ્રિલ દરમિયાન રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત વાતાવરણ રહેવાની શક્યતા છે.

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી દિવસો માટે નવી આગાહી કરવામાં આવી છે, જેમાં ગરમીનો પારો૨થી ૩ ડિગ્રી જેટલો વધવાની શક્યતા દર્શાવવામાં આવી છે. આગામી તારીખ ૧૧થી ૧૪ સુધીસમગ્ર રાજ્યમાં વાતાવરણ સંપૂર્ણપણે શુષ્ક રહેશે. ખાસ કરીને કોસ્ટલ(દરિયાકાંઠાના) ક્ષેત્રોમાં ગરમ અનેભેજવાળા પવનો ફૂંકાશે, જેના કારણે દરિયાઈ વિસ્તારો નજીકમાં વસવાટ કરતાં લોકોને ગરમી અને બફારાનાલીધે ભારે અકળામણનો અનુભવ થઈ શકે છે.
હાલમાં રાજ્યનું સરેરાશ મહત્તમ તાપમાન ૩૬ ડિગ્રીની આસપાસ નોંધાયું છે. શહેરોની વાત કરીએ તો, અમરેલીમાં સૌથી વધુ ૩૬.૭ ડિગ્રી તાપમાન નોંધાયું છે. તેમજ અમદાવાદમાં ૩૬.૬ ડિગ્રી અને ગાંધીનગરમાં ૩૫.૪ ડિગ્રી તાપમાન રહ્યું છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં વાતાવરણમાં ત્રણ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. જો કે, રાહતની વાત એ છે કે પવનની ગતિ હમણાં સામાન્ય જ રહેશે.