અમરેલીમાં સાવકા દીકરાએ પાલક પિતાને મોતને ઘાટ ઉતાર્યા

Share this Article:

Last Updated on by Sampurna Samachar

ચા બનાવવા જેવી સામાન્ય વાત પર દીકરો આવેશમાં આવી ગયો

હુમલામાં બે મહિલા પણ ઘાયલ થઈ

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના મુંજયાસર ગામની સીમમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી હતી. લોહીના સંબંધો જ્યારે દુશ્મન બની જાય ત્યારે કેવી ભયાનક સ્થિતિ સર્જાય છે, તેનો પુરાવો અહીં જાેવા મળ્યો છે. માત્ર ચા બનાવવા જેવી સામાન્ય બાબતે સાવકા પુત્રએ પોતાના જ પાલક પિતા પર જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધા હતા. જે મામલે બગસરા પોલીસે હત્યારા સાવકા પુત્ર સુરેશ મસારની ધરપકડ કરી જેલ હવાલે કર્યો છે.


મળતી માહિતી મુજબ, મુંજયાસર ગામની સીમમાં કિશોરભાઈ પટોળીયાની વાડીમાં પરપ્રાંતિય શ્રમિક પરિવાર ખેતમજૂરી કરી ગુજરાન ચલાવતો હતો. પરિવારમાં ચા બનાવવા જેવી બાબતે સામાન્ય ઝઘડો થયો હતો. આ તકરાર એટલી હદે વણસી હતી કે આરોપી પુત્ર સુરેશ મસારે ઉશ્કેરાઈ જઈને તેના પાલક પિતા રમણભાઈ કટારાના માથાના ભાગે બોથડ પદાર્થ વડે જોરદાર ઘા ઝીંકી દીધો હતો. આ હુમલો એટલો ગંભીર હતો કે રમણભાઈનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી

હત્યારો સુરેશ એટલો આવેશમાં હતો કે તેણે માત્ર પિતાની હત્યા જ ન કરી, પરંતુ વચ્ચે પડેલી અન્ય બે મહિલાઓ પર પણ હુમલો કર્યો હતો. હુમલામાં સુરેશની માતા સીતાબેન અને રમણભાઈની પુત્રી અસ્મિતા પણ ઘાયલ થઈ હતી. ઈજાગ્રસ્ત બનેલી બંને મહિલાઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

ઘટનાની જાણ થતા જ અમરેલી DySP ચિરાગ દેસાઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને બગસરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. બગસરા પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારા સાવકા પુત્ર સુરેશ મસારની ધરપકડ કરી લીધી છે. પોલીસે હત્યા અને હુમલાનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.