Last Updated on by Sampurna Samachar
Contents
CBSE ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર
ધોરણ ૧૦-૧૨ની પરીક્ષાની તારીખો જાહેર
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે વર્ષ ૨૦૨૬ની બોર્ડ પરીક્ષાઓની ફાઈનલ ડેટશીટ જાહેર કરી દીધી છે. જે છાત્રોએ ૧૦મા અને ૧૨માં ધોરણની પરીક્ષા આપવા માટે અરજી કરી છે, તે પોતાની તૈયારીઓ નિશ્ચિત તારીખ અનુસાર કરી શકે છે.

જાહેર કરવામાં આવેલી ડેટશીટ અનુસાર, CBSE ૧૦માની પરીક્ષાઓ ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૬થી શરુ થઈને ૧૦ માર્ચ ૨૦૨૬ સુધી ચાલશે, જ્યારે ૧૨માની પરીક્ષાઓ ૧૭ ફેબ્રુઆરીથી ૯ એપ્રિલ ૨૦૨૬ સુધી આયોજીત થશે.
CBSE એ વિદ્યાર્થીઓને આપી સલાહ
સીબીએસઈ ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાઓ સવારે ૧૦.૩૦ કલાકથી બપોરના ૧૨.૩૦ વાગ્યા અથવા ૧.૩૦ કલાક સુધી ચાલશે, જે વિષય અનુસાર નક્કી થશે. સીબીએસઈએ છાત્રોને સલાહ આપી છે કે તે ફાઈનલ ડેટીશટને ધ્યાને રાખી પોતાની પરીક્ષાની તૈયારી કરે, જેથી કોઈ પણ વિષયની તારીખ છૂટી ન જાય.
 
				 
								