Last Updated on by Sampurna Samachar
મેટ્રોપોલિટન વિસ્તાર માટે ગંભીર હવામાન ચેતવણી
ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
તાજેતરમાં બ્રાઝિલના દક્ષિણી રાજ્ય રિયો ગ્રાન્ડે દો સુલમાં એક શક્તિશાળી વાવાઝોડાએ વિનાશકારી રૂપ ધારણ કર્યું હતું. આ ભયાનક તોફાનમાં ગુઆઇબા શહેરના હવામાન વિભાગીય વસ્ત્રાલયની બહાર ઊભી ૨૪ મીટર ઊંચી અમેરિકન સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની પ્રતિકૃતિ તૂટી પડી હતી. આ વિશાળ પ્રતિમા, જે સ્વતંત્રતા અને આઝાદીનું પ્રતીક છે, પવનની ભયાનક થપાટથી ધીમે ધીમે પાર્કિંગ તરફ નીચે નમતી દેખાઈ અને અંતે જમીન પર તૂટીને પડી ગઈ હતી. આ ઘટનાનો લાઈવ વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

તમને જણાવી દઈએ કે, આ પ્રતિમા ૨૦૨૦માં ઇજનેરો દ્વારા ડિઝાઇન કરીને લગાવવામાં આવી હતી. તે ૧૧ મીટર ઊંચા કોંક્રીટના મજબૂત આધાર પર ઊભી કરવામાં આવી હતી, જે તોફાન પછી પણ અકબંધ રહ્યું હતું. હવાન કંપની, જે બ્રાઝિલની મોટી રિટેલ ચેઇન છે અને તેના માલિક લુઇઝ ફિલિપે ડો બ્રેટો છે, તેની દરેક શાખામાં આવી જ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે.
ગુઆઇબાની આ પ્રતિમા ખાસ કરીને લોકપ્રિય
આ પ્રતિમાઓ અમેરિકન સ્વતંત્રતાના પ્રતીક તરીકે માર્કેટિંગના હેતુથી બનાવવામાં આવી છે, જે કંપનીના અમેરિકન-પ્રેરિત વેચાણ મોડેલને પ્રતિબિંબિત કરે છે. ગુઆઇબાની આ પ્રતિમા ખાસ કરીને લોકપ્રિય હતી, જે શહેરના પ્રવાસીઓ અને શોપર્સ માટે આકર્ષણનું કેન્દ્ર હતી.
બ્રાઝિલની નાગરિક સુરક્ષા એજન્સી ડેફેસા સિવિલએ તોફાન પહેલાં જ મેટ્રોપોલિટન વિસ્તાર માટે ગંભીર હવામાન ચેતવણી જાહેર કરી હતી. એક્સ્ટ્રાટ્રોપિકલ વાવઝોડાના કારણે પવનની ઝડપ ૯૦ કિમી/કલાકને વટાવી ગઈ હતી.
આ તોફાને રિયો ગ્રાન્ડે દો સુલના વિશાળ વિસ્તારને અસર કર્યો હતો, જેમાં તિયો હુગોમાં વરસાદી સાથેના ભારે પવનથી પાસો ફુન્ડો, સાંતા ક્રુઝ દો સુલ અને વેરા ક્રુઝમાં છાપરાંનું નુકસાન થયું હતું. ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં વીજળી અને વૃક્ષો પડવાની ઘટનાઓ બની હતી.
સદનસીબે, પ્રતિમા તૂટતા પહેલાં જ આસપાસના વિસ્તારોમાંથી વાહનો અને લોકોને હટાવી દેવામાં આવ્યા હતા. ડેફેસા સિવિલની તાત્કાલિક કાર્યવાહીને કારણે કોઈ જાનહાનિ કે મિલકતને મોટું નુકસાન થયું નથી. ગુઆઇબાના મેયર માર્સેલો મારાનાટાએ ઓનલાઇન પોસ્ટમાં ઘટનાની પુષ્ટિ કરી અને કહ્યું કે, “પવનની ઝડપ ૮૦થી ૯૦ કિમી/કલાક હતી, જે આવી અણધારી ઘટના તરફ દોરી ગઈ હતી.” તેમણે લોકોને સુરક્ષા માટે આભાર માન્યો અને પુન:નિર્માણની વાત કરી હતી.
સોશિયલ મીડિયા પર આ વીડિયોને લાખો વ્યુઝ મળ્યા છે. ટ્વિટર (ઠ) અને ઇન્સ્ટાગ્રામ પર લોકો તેને “સ્વતંત્રતાનું પતન” કહીને રાજકીય કટાક્ષ કરી રહ્યા છે, ખાસ કરીને હવાનના માલિકના રાજકારણીય વલણને લગતી બાબતો ખાસ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે. કેટલાક તેને હાસ્ય તરીકે જુએ છે, જ્યારે અન્ય વાતાવરણીય પરિવર્તનના સંકેત તરીકે ગણે છે.