Last Updated on by Sampurna Samachar
ગુજરાતમાં નકલી પનીરના વેપલા પર તંત્રની લાલ આંખ
રાજ્યમાં હોટેલ અને રેસ્ટોરન્ટમાં પીરસવામાં આવતા પનીર
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજ્યમાં હોટેલ અને રેસ્ટોરન્ટમાં પીરસવામાં આવતા પનીર અને તેના એનાલોગ (વેજીટેબલ ફેટમાંથી બનતુંપનીર જેવું તત્વ) બાબતે ગ્રાહકોના સ્વાસ્થ્યની રક્ષા કરવા રાજ્ય સરકારે કમર કસી છે.

મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું છે કે, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા છેલ્લા એક અઠવાડિયામાં રાજ્યવ્યાપી મેગા સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી.
ગ્રાહકોના સ્વાસ્થ્યની રક્ષા કરવા રાજ્ય સરકારે કમર કસી છે
તંત્ર દ્વારા રાજ્યભરમાં કુલ ૨,૫૨૭ હોટેલ અને રેસ્ટોરન્ટ્સ પર આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. આતપાસ દરમિયાન ગંભીર બેદરકારી બદલ ૧૮ પેઢીઓને સીલ મારી દેવામાં આવ્યા છે, જ્યારે ૨૭૦ એકમોનેકાયદેસરની નોટિસ ફટકારાઈ છે.
આ ઝુંબેશમાં અંદાજે ૨,૮૪,૩૦૦નો દંડ વસૂલવામાં આવ્યો છે અને શંકાસ્પદજણાયેલા ૭૦૩ કિલો અખાદ્ય જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે.
મંત્રીએ મહત્વની જાહેરાત કરતા કહ્યું કે, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા ભેળસેળિયાઓ વિરુદ્ધ કડકકાર્યવાહી કરવા માટે રાજ્ય સરકાર કેન્દ્ર સરકારમાં રજૂઆત કરશે અને ‘ફૂડ સેફ્ટી એક્ટ‘ના નિયમોમાં ફેરફાર લાવશે.
હવે આ ડ્રાઈવ માત્ર તહેવારો પૂરતી મર્યાદિત નહીં રહે, પણ રોજબરોજ હાથ ધરવામાં આવશે. આકામગીરીમાં પોલીસનો પણ પૂરતો સહયોગ મળી રહ્યો છે, જેમાં ખાસ કરીને સુરત પોલીસની કામગીરીનેમંત્રીએ બિરદાવી હતી. હાલમાં રાજ્યભરમાં ૩૨ ફૂડ સેફ્ટી વાન કાર્યરત છે જે સતત ચેકિંગ કરી રહી છે.