Last Updated on by Sampurna Samachar
વડાપ્રધાન મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી મેટ્રોને આપી લીલીઝંડી
પ્રોજેક્ટ નિર્માણમાં ૭૫૦૦.૮ કરોડ રૂપિયાનો ખર્ચ થશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
મધ્ય પ્રદેશના ઈન્દોરમાં રાજ્યની પહેલી મેટ્રો રેલ સેવા શરૂ થઈ ગઈ છે. આ માટે ઈન્દોરમાં ૬.૩ કીલોમીટર લાંબા સુપર પ્રાયોરિટી કોરિડોરનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું ઉદ્દઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ચુઅલ માધ્યમથી કરવામાં આવ્યું હતું. ઈન્દોરમાં રહેનારા ૩૨ લાખ લોકોને મેટ્રોસેવાથી ફાયદો થશે. મળતી માહિતી પ્રમાણે ઈન્દોર મેટ્રો રેલ પોતાની શરૂઆત પહેલા ફ્રી ટ્રાવેલ સર્વિસની ઓફર આપી રહી છે. ઈન્દોર મેટ્રો (METRO) નો ઉદેશ્ય શહેરની ટ્રાન્સપોર્ટ સેવાને બદલવાનો છે.

ભારતના વધતા મેટ્રો નેટવર્કમાં હવે મધ્યપ્રદેશનું ઈન્દોર પણ શામેલ થયું છે. PM મોદીએ અહલ્યાબાઈ હોલ્કરની ૩૦૦ મી જયંતિના અવસર પર ૩૧ મે ૨૦૨૫ના રોજ ભોપાલથી વર્ચુઅલી ઈન્દોર મેટ્રોની લીલી ઝંડી આપી છે.
મેટ્રોની ટિકીટ ૨૦ થી ૩૦ રૂપિયા સુધીની હશે
ઈન્દોર મેટ્રોની શરૂઆત ૬.૩ કિલોમીટર લાંબા સુપર પ્રાયોરિટી કોરિડોરથી થાય છે. આ રૂટ ગાંધીનગર સ્ટેશનને સુપર કોરિડોર-૩ સાથે જોડે છે. ઈન્દોર મેટ્રોના પહેલા સેક્શનમાં ૫ ઓપરેશનલ સ્ટેશન છે. જેમાં સુપર કોરિડોર-૩, સુપર કોરિડોર-૪, સુપર કોરિડોર-૫, સુપર કોરિડોર -૬ અને ગાંધીનગર સ્ટેશનનો સમાવેશ થાય છે.
ઈન્દોરના લોકોને મેટ્રોનો અનુભવ આપવા માટે ફ્રી ટ્રાવેલ સર્વિસ આપવામાં આવશે. આ પછી અંતરના આધારે ભાડુ લેવામાં આવશે. આશા છે કે મેટ્રોની ટિકીટ ૨૦ થી ૩૦ રૂપિયા સુધીની હશે. હાલ ઈન્દોર મેટ્રોમાં ત્રણ કોચવાળી ટ્રેનો છે. ટ્રેનના એક કોચમાં ૯૮૦ યાત્રીઓ એકસાથે બેસી શકે છે. એટલે કે એક વખતમાં મેટ્રો ટ્રેનની અંદર ૨૯૪૦ મુસાફરો બેસી શકે છે. ઈન્દોર મેટ્રોની લોંગ વિઝન પ્લાનિંગ પ્રમાણે આખા શહેરમાં ૨૮ સ્ટેશનને કવર કરવામાં આવશે. તેની લંબાઈ ૩૧,૩૨ કિલોમીચર હશે. આ પ્રોજેક્ટ નિર્માણમાં ૭૫૦૦.૮ કરોડ રૂપિયાનો ખર્ચ થશે.