પ્રદૂષણ ઘટાડવા માટે આગામી આદેશ ન મળે ત્યાં સુધી ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ
આ મામલાની આગામી સુનાવણી ૧૫ જાન્યુઆરીએ થશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
દેશની રાજધાની દિલ્હીમાં પ્રદૂષણ સતત વધતું જઈ રહ્યું છે. અહીં કેટલાક શહેરોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ ૪૦૦ને પાર પહોંચી ગયું છે, ત્યારે સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં પ્રદૂષણ ઘટાડવા માટે ત્રણ રાજ્યોમાં ફટાકડા પર પ્રતિબંધ લાદવાનો આદેશ આપ્યો છે. વાસ્તવમાં સુપ્રીમ કોર્ટમાં દિલ્હી- NCR માં વધતા પ્રદૂષણ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે પ્રદૂષણ ઘટાડવા માટે ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં, જ્યાં સુધી આગામી આદેશ ન મળે ત્યાં સુધી ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ લાદવાનો આદેશ આપ્યો છે.
દિલ્હી સરકારે કોર્ટમાં કહ્યું કે, ‘અમે રાજધાનીમાં ફટાકડાના આખા વર્ષના સ્ટોક અને વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો છે.’ સરકારની દલીલ પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ‘તમારા ર્નિણયની અસર ત્યારે જ પડશે, જ્યારે NCR ના અન્ય શહેરોમાં પણ આવો પ્રતિબંધ લાદવામાં આવે. તેથી જ ઉત્તર પ્રદેશ અને હરિયાણાં પણ આવો પ્રતિબંધ લગાવ્યો છે .’ કોર્ટે આ મામલાની આગામી સુનાવણી ૧૫ જાન્યુઆરીએ હાથ ધરવાનો ર્નિણય લીધો છે.
સુપ્રીમ કોર્ટે સુનાવણી વખતે દિલ્હીમાં ૩૮૦૦ ટનથી વધુ ઘન કચરા મુદ્દે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે અને દિલ્હી સરકાર અને MCD ને ઘન કચરાનો નિવેડો લાવવાના યોગ્ય ઉપાયો અપનાવા કહ્યું છે. આ સાથે જ કોર્ટે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ નિયમો ૨૦૧૬નું પાલન મુદ્દે દિલ્હી સરકાર પાસે એફિડેવિટ માંગી છે. સુપ્રીમ કોર્ટે શ્રમિકોને ભરણપોષણ ન આપવા મામલે NCR ની સરકારોને ચેતવણી આપી છે. કોર્ટે ઉત્તર પ્રદેશ, હરિયાણા અને રાજસ્થાનને દિલ્હી જેમ ફટાકડા પર પ્રતિબંધ લાદવા કહ્યું છે. કોર્ટે GRAP -૪ હેઠળ થતી કામગીરીની દેખરેખ રાખવા માટે NCR ની રાજ્ય સરકારોને વિશેષ ટીમ બનાવવાનો આદેશ આપ્યો છે.