પર્વત પાટીયા હળપતિ વાસમાં વેચાતો હતો દારૂ
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરતના પુના ગામ, પર્વત પાટીયા હળપતિ વાસમાં દેશી વિદેશી દારૂ વેચાતો હોવાની માહિતી સ્ટેટ મોનીટરિંગ સેલના અધિકારીઓને મળ્યો હતો. જેને આધારે પોલીસે અહીં દરોડો પાડ્યો હતો.
અહીંથી પોલીસે રૂ.૮,૦૭,૨૨૫ નો દેશી વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસે દારૂનો જથ્થો, આઠ વાહનો, રૂ.૪૩,૫૯૫ રોકડા મળીને કુલ રૂ. ૧૦,૪૭,૭૭૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.પોલીસે અહીંથી ૧૬ આરોપીની ધરપકડ કરી હતી. જ્યારે બે આરોપી ફરાર થઈ જતા તેમની શોધા હાથ ધરી છે.