Last Updated on by Sampurna Samachar
ટીમ ઈન્ડિયા ૩ વનડે અને ૩ T20 મેચની શ્રેણી રમશે
સૌથી મોટું સરપ્રાઈઝ ૩૧ વર્ષીય બેટ્સમેન ભારતી ફુલમાલીનું પુનરાગમન
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઓસ્ટ્રેલિયાના મહત્વપૂર્ણ પ્રવાસ માટે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. ત્નેહી ૨૦૨૬ માં યોજાનારા T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને પસંદગી સમિતિએ ટીમમાં મોટા ફેરફારો કર્યા છે. આ પ્રવાસમાં ટીમ ઈન્ડિયા ૩ વનડે અને ૩ ટી૨૦ મેચની શ્રેણી રમશે.. આ જાહેરાતમાં સૌથી ચોંકાવનારા સમાચાર એક ખેલાડીની ૭ વર્ષ બાદ થયેલી વાપસી છે.

ટીમમાં સૌથી મોટું સરપ્રાઈઝ ૩૧ વર્ષીય બેટ્સમેન ભારતી ફુલમાલીનું પુનરાગમન છે. ભારતીએ પોતાનો છેલ્લો આંતરરાષ્ટ્રીય મેચ ૨૦૧૯ માં રમ્યો હતો, એટલે કે તેનો ૭ વર્ષનો વનવાસ હવે પૂરો થયો છે. . WPL 2026 (વિમેન્સ પ્રીમિયર લીગ) માં તેના વિસ્ફોટક પ્રદર્શને પસંદગીકારોને વિચારતા કરી દીધા હતા અને ટીમમાં સ્થાન અપાવ્યું છે.
14 મહિના પછી T20માં શ્રેયાંક ની વાપસી
ભારતીની વાપસી પાછળ તેના આંકડા બોલે છે. તેણે WPL ની ૧૩ મેચોમાં ૧૬૨.૮૫ ના દમદાર સ્ટ્રાઇક રેટથી ૨૮૯ રન ફટકાર્યા હતા. ટીમ મેનેજમેન્ટ તેને એક ફિનિશર તરીકે જોઈ રહ્યું છે. અગાઉ તેણે કરિયરમાં માત્ર ૨ T20 રમી હતી, પરંતુ હવે તે નવા અને આક્રમક અવતારમાં જોવા મળશે. ટીમમાં અન્ય મહત્વના ફેરફારો પણ થયા છે.
યુવા સ્ટાર શ્રેયંકા પાટિલ ૧૪ મહિના સુધી ઈજાના કારણે બહાર રહ્યા બાદ T20 ટીમમાં પરત ફરી છે. આ ઉપરાંત પસંદગીકારોએ યુવા ટેલેન્ટ પર ભરોસો મુકતા વૈષ્ણવી શર્મા અને જી. કમલિનીને પ્રથમ વખત વનડે ટીમમાં કોલ-અપ આપ્યો છે, જે ભવિષ્યની તૈયારી દર્શાવે છે.
બોલિંગ વિભાગમાં પણ ફેરફાર જોવા મળ્યા છે. વનડે ટીમમાં અરુંધતિ રેડ્ડીના સ્થાને કાશવી ગૌતમનો સમાવેશ કરાયો છે. બીજી તરફ, સારા પ્રદર્શન છતાં હરલીન દેઓલને ટી૨૦ T20 ટીમમાં સ્થાન મળ્યું નથી, જોકે તે વનડે ટીમનો ભાગ રહેશે. જ્યારે સ્પિનર રાધા યાદવને વનડે અને T20 બંને ફોર્મેટમાંથી પડતી મૂકવામાં આવી છે.
ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતીય ટીમની કમાન હરમનપ્રીત કૌર સંભાળશે અને સ્મૃતિ મંધાના વાઈસ-કેપ્ટન રહેશે. ટીમમાં શફાલી વર્મા, રેણુકા ઠાકુર, દીપ્તિ શર્મા અને રિચા ઘોષ જેવા અનુભવી ખેલાડીઓ યથાવત છે. T20 અને વનડે બંને ફોર્મેટમાં ટીમ સંતુલિત દેખાઈ રહી છે.
આ શ્રેણી આગામી T20 વર્લ્ડ કપ માટે લિટમસ ટેસ્ટ સમાન સાબિત થશે. ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમ સામે ઘરઆંગણે રમવું પડકારજનક રહેશે, પરંતુ નવા અને જૂના ખેલાડીઓના મિશ્રણ સાથે ટીમ ઈન્ડિયા શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે સજ્જ છે. આ પ્રવાસમાં યુવા ખેલાડીઓ પર સૌની નજર રહેશે.
ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતીય ટીમ : ભારતીય T20 ટીમ: હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), શફાલી વર્મા, રેણુકા ઠાકુર, શ્રી ચરાણી, વૈષ્ણવી શર્મા, ક્રાંતિ ગૌડ, સ્નેહ રાણા, દીપ્તિ શર્મા, રિચા ઘોષ (વિકેટકીપર), જી. કમલિની (વિકેટકીપર), જેમિમા રોડ્રિગ્સ, ભારતી ફુલમાલી, શ્રેયંકા પાટિલ.
ભારતીય ODI ટીમ : હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), શફાલી વર્મા, રેણુકા ઠાકુર, શ્રી ચરાણી, વૈષ્ણવી શર્મા, ક્રાંતિ ગૌડ, સ્નેહ રાણા, દીપ્તિ શર્મા, રિચા ઘોષ (વિકેટકીપર), જી. કમલિની (વિકેટકીપર), જેમિમા રોડ્રિગ્સ, હરલીન દેઓલ, કાશવી ગૌતમ.