Last Updated on by Sampurna Samachar
રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં ‘રોયલ‘ બેટિંગ કરી
બંનેએ મજબૂત અડધી સદીની ઇનિંગ્સ રમી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતીય સ્ટાર બેટર વિરાટ કોહલીએ IPL માં રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં ‘રોયલ‘ બેટિંગ કરી હતી. દમદાર ફૉર્મમાં ચાલી રહેલા વિરાટ કોહલીએ ૬૨ રન ફટકારીને મહારેકૉર્ડ બનાવ્યો હતો.
T૨૦ ક્રિકેટમાં વિરાટ કોહલીએ ૧૦૦ અર્ધસદી પૂર્ણ કરી લીધી છે. આ ઉપલબ્ધિ હાંસલ કરનારો કોહલી એશિયાનો પ્રથમ ખેલાડી છે. IPL છેલ્લી મેચોમાં કોહલીએ કુલ ૨૪૮ રન બનાવ્યા છે. T૨૦ ક્રિકેટમાં સૌથી વધુ અર્ધસદી ફટકારવાનો રેકૉર્ડ ડેવિડ વોર્નરના નામે છે. વોર્નરે ટી૨૦માં કુલ ૧૦૮ હાફ સેન્ચુરી ફટકારી છે.
T૨૦માં સૌથી વધુ અર્ધસદીનો રેકૉર્ડ :
ડેવિડ વોર્નર: ૧૦૮
વિરાટ કોહલી: ૧૦૦
બાબર આઝમ: ૯૦
ક્રિસ ગેલ: ૮૮
જોસ બટલર: ૮૬
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે(RCB) રાજસ્થાન રોયલ્સ (RR) ને ૯ વિકેટથી હરાવ્યું છે. રાજસ્થાનની ટીમને તેના હોમ ગ્રાઉન્ડ એટલે કે સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આ મુકાબલામાં રાજસ્થાને પ્રથમ બેટિંગ કરીને ૨૦ ઓવરમાં ૪ વિકેટના નુકસાન પર ૧૭૩ રન બનાવ્યા હતા, જેના જવાબમાં RCB એ ૧૭.૩ ઓવરમાં ૧ વિકેટના નુકસાન પર ૧૭૫ રન બનાવીને જીત હાંસલ કરી લીધી હતી. RCB જીતમાં વિરાટ કોહલી અને ફિલ સોલ્ટે મોટો ફાળો આપ્યો, બંનેએ મજબૂત અડધી સદીની ઇનિંગ્સ રમી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ઇનિંગ: ફિલ સોલ્ટ ૬૫ રન (૩૩ બોલ), વિરાટ કોહલી ૬૨ રન (૪૫ બોલ), દેવદત્ત પડિકલ ૪૦ રન (૨૮ બોલ).
રાજસ્થાન રોયલ્સની ઇનિંગ: યશસ્વી જયસ્વાલ ૭૫ રન (૪૭ બોલ), સંજુ સેમસન ૧૫ રન (૧૯ બોલ), નીતિશ રાણા ૪ રન (૧ બોલ), રિયાન પરાગ ૩૦ રન (૨૨ બોલ), ધ્રુવ જુરેલ ૩૫ રન (૨૩ બોલ), શિમરોન હેટમાયર ૯ રન (૮ બોલ).