Last Updated on by Sampurna Samachar
આતંકવાદીઓની આ રેલીમાં પાકિસ્તાની નેતાઓ પણ રહ્યા હાજર
પાકિસ્તાન મરકઝી મુસ્લિમ લીગે રેલી યોજી
(સંપૂર્ણ સમાચાર સેવા)
લશ્કર-એ-તૈયબાના કમાન્ડર સૈફૂલ્લાહ કસૂરીએ ફરી એકવાર ભારત વિરોધી રેલીનું આયોજન કર્યું છે. તે પાકિસ્તાની નેતાઓ સાથે એક જ મંચ પર ઉભા રહીને ભારત વિરુદ્ધ બોલ્યો હતો. કસૂરીને પહેલગામ આતંકવાદી હુમલાનો માસ્ટરમાઇન્ડ માનવામાં આવે છે. તેણે હુમલા પછી એક વીડિયો જાહેર કર્યો હતો અને કહ્યું હતું કે તે તેમાં સામેલ નથી, પરંતુ હવે કસૂરીએ શરમજનક નિવેદન આપ્યું છે.
પાકિસ્તાન મરકઝી મુસ્લિમ લીગે એક રેલીનું આયોજન કર્યું હતું. આતંકવાદી હાફિઝ સઈદના પુત્ર તલ્હા સઈદે પણ તેમાં ભાગ લીધો હતો. રેલી દરમિયાન જનતાને સંબોધિત કરતી વખતે કસુરીએ ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું હતું. તેણે કહ્યું, ” પહલગામ આતંકવાદી હુમલા માટે મને જવાબદાર ઠેરવવામાં આવ્યો હતો, હવે મારું નામ આખી દુનિયામાં પ્રખ્યાત થઈ ગયું છે.”
ભારતીય સેનાએ પાકિસ્તાની ઠેકાણોઓનો નાશ કર્યો
ભારતના ઓપરેશન સિંદૂરમાં હાઈ પ્રોફાઇલ આતંકવાદી મુદાસિર અહેમદ માર્યો ગયો હતો. કસુરીએ રેલીમાં કહ્યું હતું કે તે તેના નામે હોસ્પિટલ બનાવશે.
ભારતની મોસ્ટ વોન્ટેડ યાદીમાં ૩૨મા ક્રમાંકિત આતંકવાદી તલ્હા સઈદ પણ આ રેલીનો ભાગ હતો. તેણે પોતાનું ભાષણ તકબીરના નારાથી શરૂ કર્યું. તલ્હાએ ભારત વિરોધી ભાષણ પણ આપ્યું. મહત્વની વાત એ છે કે આતંકવાદીઓની આ રેલીમાં પાકિસ્તાની નેતાઓ પણ ભાગ લીધો હતો. કસુરીની વાત કરીએ તો, તેના સહિત ઘણા આતંકવાદીઓ પાકિસ્તાનમાં ચૂંટણી લડી ચૂક્યા છે, જોકે મોટાભાગના આતંકવાદીઓ ચૂંટણી જીતી શક્યા નથી.
પાકિસ્તાન વર્ષોથી આતંકવાદીઓને ભંડોળ પૂરું પાડી રહ્યું છે અને તેના કારણે તેને નુકસાન પણ સહન કરવું પડ્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રીએ પોતે ભૂતકાળમાં સ્વીકાર્યું હતું કે પાકિસ્તાન વર્ષોથી આતંકવાદીઓને આશ્રય આપી રહ્યું છે. પહેલગામ હુમલા પછી ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું. આ દરમિયાન ૧૦૦ થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા. ભારતીય સેનાએ પાકિસ્તાન અને પીઓકેમાં ઘણા આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો.