Last Updated on by Sampurna Samachar
મેમો ફટકારી રૂ.૨,૪૩,૫૦૦ દંડની વસૂલાત કરાઇ
વાહનધારકો પાસેથી હજારોનો દંડ વસૂલવામાં આવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરા ST તંત્ર દ્વારા ચેકીંગ ડ્રાઇવ શરૂ કરાઇ હતી. જેમાં ST તંત્રએ છેલ્લા અઠવાડિયામાં RTO અને પોલીસને સાથે રાખી CO ચેકીંગ ડ્રાઈવ હાથ ધરી ૮૮ વાહનો ડીટેઈન કર્યા હતા. આ ઉપરાંત ૨૬૬ વાહનોને મેમો ફટકારી રૂ.૨,૪૩,૫૦૦ દંડની વસૂલાત કરી હતી.

વડોદરા ST વિભાગની સુરખા શાખા, વડોદરા આરટીઓ અને પોલીસ દ્વારા ગત ડિસેમ્બર મહિનામાં સંયુક્ત રીતે સી.ઓ. ચેકીંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત વડોદરા અને છોટાઉદેપુર જીલ્લામાં અલગ-અલગ સ્થળોએ ડ્રાઈવ યોજી પરમીટ ભંગ કરી પેસેન્જરોનું વહન કરતા તેમજ અન્ય નિયમોનું ઉલ્લંઘન કરતા ૫૫ વાહનને ડીટેઈન કર્યા હતા. આ ઉપરાંત ૧૫૪ વાહનચાલકને મેમો આપી રૂ.૧.૭૮ લાખના દંડની વસૂલાત કરવામાં આવી હતી.
૧૧૨ વાહનચાલકને RTO અને પોલીસ મેમો ફટકારાયો
આ ઉપરાંત ST ડેપો આસપાસ વાહનો ઉભા રાખી નો પાર્કિંગ ઝોનનો ભંગ કરનારા ૩૩ વાહનને ડીટેઈન કરાયા હતા, જ્યારે ૧૧૨ વાહનચાલકને RTO અને પોલીસ મેમો ફટકારવામાં આવ્યો હતો. નો પાર્કિંગ ઝોનના ભંગ બદલ વાહનધારકો પાસેથી રૂા.૬૫,૫૦૦નો દંડ વસૂલવામાં આવ્યો હતો.