Last Updated on by Sampurna Samachar
અકસ્માતમાં થાર ચાલકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું
બસ ડ્રાઇવર , કંડક્ટર સહિત મુસાફરોને ઇજા પહોંચી
(સંપૂર્ણ સમાચાર સેવા)
કપડવંજ થી નીકળેલી ST બસ નડિયાદ તરફ જવા રવાના થઈ હતી. દરમિયાન ફત્યાવાદ નજીક નર્મદા નહેરના પુલ પાસે થાર કાર અને ST બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં થાર ચાલકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું છે. જ્યારે બસ (BUS) માં સવાર ડ્રાઈવર, કંડક્ટર અને ૧૫ થી વધુ મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. આ મામલે પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.

પૂરઝડપે આવતી થાર બસ સાથે ધડાકાભેર અથડાઈ
ખેડા જિલ્લાનાં કપડવંજ-નડિયાદ હાઈવે પર ફ્ત્યાબાદ ગામથી પસાર થતી કેનાલ નજીક થાર કાર અને એસ.ટી. બસ વચ્ચે ટક્કર થઈ હતી. પૂરઝડપે આવતી થાર બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં બસનાં ડ્રાઇવર, કંડક્ટર અને મુસાફરો સહિત ૧૫ જેટલાં લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. થાર કારમાં સવાર ૪ લોકો પૈકી એકનું ઘટનાસ્થળે મૃત્યુ નિપજ્યું હતું. હાલમાં તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે કપડવંજની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી છે.