Last Updated on by Sampurna Samachar
સ્પોર્ટસ ગ્રાઉન્ડ બન્યા કબૂતરનાં ઘર
કોમનવેલ્થ ગેમ્સની તૈયારી અટકાવનારો ખુલાસો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ શહેરમાં આગામી વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ યોજાવાનુ છે. જેની અમદાવાદ યજમાની કરવાની તૈયારીઓ કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલા સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની હાલત અત્યંત ખરાબ જોવા મળી રહી છે.

વાત કરવામાં આવે તો અમદાવાદનાં ખેલમેદાનોમાંથી દારૂની બોટલો મળી રહ્યાની માહિતી મળી છે. ત્યારે શહેરના રિવરફ્રન્ટ પર આવેલી સ્કેટિંગ રિંગ કબૂતરોનું રહેઠાણ બની ગઈ છે. જે સાફ-સફાઈના અભાવે આધુનિક સુવિધાઓ ધૂળ ખાઈ રહી છે, જે તંત્રની જવાબદારીઓ સામે સવાલ ઉઠાવે છે.
એક તરફ કોમનવેલ્થની તૈયારી તો બીજી તરફ AMC ની બદનામી
ઉલ્લેખનીય છે કે પરિસ્થિતિ માત્ર રિવરફ્રન્ટ પૂરતી મર્યાદિત નથી, ચાંદખેડામાં લાખોના ખર્ચે બનેલા ટેનિસ કોર્ટમાં પણ ઝાડી-ઝાંખરા ઉગી નીકળ્યા છે. ચોંકાવનારી બાબત એ છે કે, આ ખેલ પરિસરમાં દારૂની બોટલો પણ મળી આવી છે. એકતરફ દેશનું નામ રોશન કરવાના સપના જોતા ખેલવીરો અહીં પ્રેક્ટિસ કરવા મજબૂર છે, તો બીજીતરફ સત્તાધીશો પુરતી સુવિધા હોવાના દાવા કરી રહ્યા છે. ત્યારે વિપક્ષે પણ આ મામલે મનપાને ઘેરતા સવાલો ઉઠાવ્યા છે કે જો જાળવણી જ નથી કરવી તો કરોડોના ખર્ચે આવા મેદાનો બનાવવાનો અર્થ શું?