Last Updated on by Sampurna Samachar
ઈન્ટરનેટતેમાં સમય વેડફવો ન જોઈએ
દર વર્ષે આ પ્રકારના કાર્યક્રમનું આયોજન થાય છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરીક્ષા પે ચર્ચા દરમિયાન વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન PM મોદીએ વિદ્યાર્થીઓને પરીક્ષાને લઈને જે હાઉ પેદા થયેલો હોય છે. તેમાંથી તેમને બહાર કાઢવાની કોશિશ કરી. દર વર્ષે આ પ્રકારના કાર્યક્રમનું આયોજન થાય છે. આ વાતચીત દરમિયાન વિદ્યાર્થીઓએ PM મોદીને તેમના મનમાં જે પ્રશ્નો હતા તે પૂછ્યા અને PM મોદીએ પણ ખુલીને તેમના સવાલોના જવાબ આપ્યા.

PM મોદીએ તેમણે એ પણ જણાવ્યું કે તમે જે વાંચો છો તે ભૂલી જાઓ છો તે તેનાથી બચવા માટે શું કરવું જોઈએ. વિદ્યાર્થીઓએ પરીક્ષા દરમિયાન તણાવમુક્ત રહેવા શું કરવું જોઈએ તેના ઉપર પણ તેમણે વાતચીત કરી.
PM મોદીએ કેટલાક મંત્રો આપ્યા
પરીક્ષા પે ચર્ચા દરમિયાન PM મોદીએ વિદ્યાર્થીઓને કેટલાક ખાસ મંત્રો આપ્યા.
– તેમણે કહ્યું કે પરીક્ષાની ઉત્સવની જેમ ઉજવણી કરવી જોઈએ.
– સ્પર્ધા બીજાઓની સાથે નહીં પરંતુ પોતાની જાત સાથે હોવી જોઈએ.
– ટેક્નોલોજીનો યોગ્ય ઉપયોગ કરીને ડિજિટલ ફાસ્ટિંગ અપનાવવું જોઈએ
– અઘરું કામ પહેલા પતાવવું અને સમજી વિચારીને અભ્યાસ કરવા પર તેમણે ભાર મૂક્યો.
– તેમણે કહ્યું કે ગોખણપટ્ટી ન કરવી જોઈએ પરંતુ અસલ એક્ઝામ વોરિયર બનવું જોઈએ.
PM મોદીએ કહ્યું કે હું PM બની ગયો છું પરંતુ આમ છતાં લોકો મને અલગ અલગ રીતે કામ કરવાની સલાહ આપતા રહે છે. સલાહ જરૂર લો પરંતુ તમારા માટે જે સૌથી યોગ્ય હોય તે જ કરવું જોઈએ.
PM મોદીને પ્રશ્ન પૂછાયો કે અનેકવાર એવું બને છે કે જે ભણીએ છીએ તે ભૂલી જઈએ છીએ તો પીએ મોદીએ કહ્યું કે તમને આજનો દિવસ બરાબર યાદ રહેશે કારણ કે તમે તેમાં પૂરેપૂરા ઈન્વોલ્વ છો. આવામાં તમે પોતાને ઓછા હોશિયાર આંકો અને વધુ હોશિયારીથી વાત કરો કે મત લો. PM મોદીએ કહ્યું કે માર્ક્સ એક બીમારી બની ગઈ છે. આવામાં તમારે મનને આંકડા સાથે જાેડવાની જગ્યાએ જીવનમાં ક્યાં જવું તેના પર ધ્યાન આપવાની જરૂર છે.
વિદ્યાર્થીઓએ AI જરૂર વાપરવું જોઈએ
હાલના સમયમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનું ખુબ જોર જોવા મળી રહ્યું છે ત્યારે પીએમ મોદીએ પણ વિદ્યાર્થીઓ સાથે ખુલીને AI પર વાત કરી. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓએ AI જરૂર વાપરવું જોઈએ પરંતુ તેમણે સાથે સાથે એમ પણ કહ્યું કે તે તમને હંમેશા તમારા લક્ષ્યો મેળવવામાં મદદ કરશે નહીં.
PM મોદીએ કહ્યું કે જીવનમાં દરેક ચીજમાં સંતુલન હોવું જરૂીર છે. જો તમે વધુ પડતા એક બાજુ નમશો તો તમે પડી જશો. લાઈફ સ્કિલ્સ અને પ્રોફેશનલ સ્કિલ્સ બંને બરાબર જરૂરી છે જેને ફક્ત શિક્ષણથી શીખી શકાય છે.
PM મોદીએ એમ પણ કહ્યું કે મારા જન્મદિવસ પર ૧૭ સપ્ટેમ્બરે એક નેતાએ મને ફોન કરીને કહ્યું કે તમે ૭૫ વર્ષના થઈ ગયા તો મે કહ્યું કે હજુ ૨૫ વર્ષ બાકી છે. હું વીતેલા નહીં પરંતુ વધેલાને ગણું છું. તેમણે કહ્યું કે સપના ન જાેવા એ પણ એક ગુનો છે. સપના જોવા જ જોઈએ. પરંતુ સપનાને ખાલી ગણ્યા કરીએ તે કામ આવતું નથી. આથી જીવનમાં કર્મને જ મુખ્ય ગણવું જોઈએ.
તેમણે કહ્યું કે ભારતમાં ઈન્ટરનેટ સસ્તું છે એટલે થઈને સમય તેમાં બરબાદ કરવો જોઈએ નહીં. ગેમિંગ પર બોલતા તેમણે કહ્યું કે મે સટ્ટેબાજી વિરુદ્ધ કાયદો બનાવ્યો છે. અમે દેશમાં એવું થવા નહીં દઈએ પરંતુ ગેમિંગ પણ એક કળા છે. તેમાં ઝડપ પણ સામેલ હોય છે. આથી તે વિકાસ માટે સારી છે પરંતુ સારી ક્વોલિટીની ગેમિંગ પસંદ કરીને તમારી કુશળતાને શોધવાની કોશિશ કરવી જોઈએ.
તેમણે કહ્યું કે ભારતમાં ઈન્ટરનેટ સસ્તું છે એટલે થઈને સમય તેમાં બરબાદ કરવો જોઈએ નહીં. ગેમિંગ પર બોલતા તેમણે કહ્યું કે મે સટ્ટેબાજી વિરુદ્ધ કાયદો બનાવ્યો છે. અમે દેશમાં એવું થવા નહીં દઈએ પરંતુ ગેમિંગ પણ એક કળા છે. તેમાં ઝડપ પણ સામેલ હોય છે. આથી તે વિકાસ માટે સારી છે પરંતુ સારી ક્વોલિટીની ગેમિંગ પસંદ કરીને તમારી કુશળતાને શોધવાની કોશિશ કરવી જોઈએ.