સ્પેને ટ્રમ્પને આપ્યો ઝટકો

Share this Article:

Last Updated on by Sampurna Samachar

સ્પેને અમેરિકાના સૈન્ય વિમાનો માટે એરસ્પેસ બંધ કરી દીધું

રોટા અને મોરોન એર બેઝનો ઉપયોગ યુદ્ધ કે રિફ્યુઅલિંગ ઓપરેશન્સ માટે કરવા પર પણ પ્રતિબંધ લાદ્યો છે

(સંપૂર્ણ સમાચાર સેવા)​

અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન આડેધડ હુમલા કરવામાં આવી રહ્યા છે. ત્યારે ઈરાન દ્વારા પણ વળતોપ્રહાર કરવામાં કોઈ કસર બાકી રાખવામાં આવી રહી નથી. ત્રણેય દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધને એકમહિનાથી વધુ સમય થઈ ચૂક્યો છે. ત્યારે દુનિયાભરમાં અનિશ્ચિતતા ફેલાઈ ગઇ છે.

સ્પેનના અખબારના અહેવાલ અનુસાર, સ્પેને ઈરાન સામેના યુદ્ધ માટે ઉપયોગમાંલેવાતી અમેરિકી સૈન્ય ફ્લાઈટ્સ માટે પોતાનું એરસ્પેસ બંધ કરી દીધું છે. ઉપરાંત, સ્પેને તેનારોટા અને મોરોન એર બેઝનો ઉપયોગ યુદ્ધ કે રિફ્યુઅલિંગ ઓપરેશન્સ માટે કરવા પર પણ પ્રતિબંધ લાદ્યો છે.

પોતાનો પ્લાન રદ કરવાની ફરજ પડી

કડક વલણને કારણે વોશિંગ્ટનને મોરોન એર બેઝ પર બોમ્બર્સ તૈનાત કરવાનો પોતાનો પ્લાન રદ કરવાની ફરજ પડી છે. સ્પેન સરકાર સાથેની પરામર્શ બાદ અમેરિકાએ મોટો સૈન્ય ર્નિણય લેવોપડ્યો છે, જે મધ્ય પૂર્વના સંઘર્ષમાં અમેરિકા માટે એક મોટો રાજદ્વારી ફટકો માનવામાં આવી રહ્યો છે.

ઇરાન ઈઝરાયલ સાથે હવે જેવા સાથે તેવા જેવું વર્તન કરી રહ્યું છે. ઈઝરાયલ દ્વારા સતત આડેધડ હુમલાકરવામાં આવી રહ્યા હતા ત્યારે ઈરાને પણ હવે એની ભાષામાં ઈઝરાયલને જવાબ આપ્યો છે. વખતે હાઇફામાં ઈઝરાયલની ઓઈલ રિફાઇનરીને નિશાન બનાવી છે. જેના પગલે ભારે ધૂમાડાની સાથે આગ ભડકતીદેખાઈ રહી છે.

ઈરાન વિરુદ્ધમાં દરરોજ કંઇક નવું થઇ રહ્યું છે. તેહરાન ઝૂકવા તૈયાર નથી ત્યારે અમેરિકા પણ યુદ્ધને ખતમકરવા તૈયાર દેખાઇ રહ્યું નથી. સૌની વચ્ચે મિડલ ઈસ્ટમાં અમેરિકન સૈનિકોની સંખ્યા ૫૦૦૦૦ને વટાવી ગઈ છે. ન્યૂયોર્ક ટાઈમ્સનાઅહેવાલ મુજબ ૨૫૦૦ મરીન અને ૨૫૦૦ નાવિકોના નવા જથ્થાના આગમનથી ઘેરાબંદી મજબૂત થઈ ચૂકી છે. હવે ટ્રમ્પ ગમે ત્યારે યુદ્ધને લઇને મોટો ર્નિણય કરી શકે છે જેનાથી ઈરાન સહિત આખી દુનિયામાં અસરદેખાશે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.