અયોધ્યા ગેંગરેપ મામલે સપા પાર્ટીના નેતા મોઈદ ખાન નિર્દોષ જાહેર

Share this Article:

Last Updated on by Sampurna Samachar

DNA રિપોર્ટમાં મોઈદ ખાનનો DNA મેચ ન થયો

યોગી સરકારે દુકાન પર બુલડોઝર ફેરવ્યું હતું

(સંપૂર્ણ સમાચાર સેવા)

અયોધ્યાના ભાદરસાના ચર્ચિત ગેંગ રેપ કેસમાં મોટો ન્યાયિક ચુકાદો આપવામાં આવ્યો. સ્પેશિયલ પોક્સો જજ નિરુપમા વિક્રમની કોર્ટે સમાજવાદી પાર્ટીના નેતા મોઈદ ખાનને તમામ આરોપોથી નિર્દોષ જાહેર કર્યા. આ ચુકાદો પોક્સો ફર્સ્ટ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે, જેનાથી લગભગ છ મહિના કરતા વધુ સમયથી ચાલી રહેલા આ હાઈ-પ્રોફાઈલ કેસનો અંત આવ્યો છે.

કોર્ટે ૧૪ જાન્યુઆરીના રોજ અંતિમ સુનાવણી બાદ પોતાનો ર્નિણય રિઝર્વ રાખ્યો હતો. મોઈદ ખાનને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ કોર્ટે તેને તમામ આરોપોમાંથી મુક્ત કર્યો હતો. આ મામલો ૨૯ જુલાઈ, ૨૦૨૪ના રોજ પુરાકલંદર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો.

મોઈદ ખાનના સમર્થકો અને પરિવારને મોટી રાહત મળી

સગીર બાળકી સાથે ગેંગરેપનો આરોપ સામે આવતાની સાથે જ જિલ્લામાં રાજકીય અને વહીવટી ગતિવિધિઓ તેજ થઈ ગઈ હતી. તપાસ દરમિયાન મોઈદ ખાન અને તેના નોકર રાજુ ખાનના DNA સેમ્પલ લેવામાં આવ્યા હતા. DNA રિપોર્ટમાં મોઈદ ખાનનો DNA નેગેટિવ, જ્યારે રાજુ ખાનનો DNA પોઝિટિવ આવ્યો હતો.

પીડિતાના સમર્થનમાં ફરિયાદી પક્ષે કોર્ટમાં કુલ ૧૩ સાક્ષીઓ રજૂ કર્યા હતા. કોર્ટે ડ્ઢદ્ગછ રિપોર્ટ સહિત તમામ પુરાવા, જુબાની અને વિવેચનાની સંપૂર્ણ તપાસ કર્યા બાદ મોઈદ ખાનને નિર્દોષ જાહેર કર્યો છે. બીજી તરફ નોકર રાજુ ખાન સામે કેસની સુનાવણી ગુરુવારે થશે, જ્યાં તેને સજા સંભળાવવામાં આવી શકે છે.

DNA રિપોર્ટમાં મોઈદ ખાનનો DNA મેચ ન થયો. એવો દાવો કરવામાં આવ્યો હતો કે ઘટના દરમિયાન એક વીડિયો બનાવવામાં આવ્યો હતો, પરંતુ કોર્ટમાં કોઈ વીડિયો પુરાવા રજૂ કરવામાં ન આવ્યા. પોલીસ તપાસમાં ઘટનાસ્થળના સ્થાન અંગે ગંભીર વિરોધાભાસ સામે આવ્યા, ક્યારેક બેકરીની બહાર ઝાડ નીચે, તો ક્યારેક બેકરીની અંદર ઘટના ઘટી હોવાનું જણાવવામાં આવ્યું. કોર્ટમાં પીડિતાની માતાએ સ્વીકાર્યું કે રાજકીય દબાણ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

મોઈદ ખાનના વકીલ સઈદ ખાને કહ્યું કે, કોર્ટે તથ્યો અને પુરાવાઓના આધારે ન્યાયી ર્નિણય આપીને મારા અસીલને નિર્દોષ જાહેર કર્યા છે. શરૂઆતથી જ તપાસમાં વિરોધાભાસ સામે આવતા રહ્યા છે, જેને અંતે કોર્ટ સામે સ્પષ્ટ થયા. બીજી તરફ સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યૂટર વીરેન્દ્ર કુમારે કહ્યું કે, આ ર્નિણયને હાઈકોર્ટમાં પડકારવામાં આવશે.

આ મામલો સામે આવ્યા બાદ વહીવટીતંત્રએ મોઈદ ખાનની બેકરી અને બે માળના શોપિંગ કોમ્પ્લેક્સને બુલડોઝર ફેરવ્યું હતું, જેના કારણે તે સમયે વ્યાપક રાજકીય વિવાદ ઊભો થયો હતો. કોર્ટના આ ર્નિણયથી મોઈદ ખાનના સમર્થકો અને પરિવારને મોટી રાહત મળી છે અને બીજી તરફ આ કેસ ફરી એકવાર ન્યાયિક પ્રક્રિયા અને રાજકીય હસ્તક્ષેપ અંગે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.